1. Home
  2. ગુજરાતી
  3. પત્તરવેલીના પાન આરોગ્ય માટે પણ ગુણકારી, સ્વાદની સાથે દવાનું કરે છે કામ
પત્તરવેલીના પાન આરોગ્ય માટે પણ ગુણકારી, સ્વાદની સાથે  દવાનું કરે છે કામ

પત્તરવેલીના પાન આરોગ્ય માટે પણ ગુણકારી, સ્વાદની સાથે દવાનું કરે છે કામ

0
Social Share

 

પાતરા કે પત્તરવેલના પાન કે પછી અળવીના પાન આ નામથી ઓળખાતા હાર્ટ આકારના પાન કે જેના ભજીયા અને અને વાનગીઓ બનાવવામાં આવે છે, ચોમાસું આવતા જ અળવીના પાન માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, આમ તો સામાન્ય રીતે અનેક લોકો આ અળવીના પાનને અળવીની ભાજી પણ કહેતા હોય છે, આ અળવીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.

આ અળવીના પાનમાં થી ભજીયા પાતરા દજેવી અનેક વાનગીઓ તો બને જ છે સાથે સાથે આ પાન સ્વાસ્થ્ય માટે ઓષધ સમાન પણ છે, તો ચાલો જાણીએ અળવીના પાનથી થતા ફાયદાઓ અને તેનો ઉપયોગ

અનેક ગુણઓથી ભરપુર છે આ પાનઃ– અળવીનાં પાનમાં ડાયેટરી ફાઈબર ઘણું છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સરખા પ્રમાણમાં છે. ફેટ નહિવત છે. કેલ્શ્યમ અને પોટેશ્યમ જેવા ક્ષાર વધુ માત્રામાં છે. થોડા પ્રમાણમાં આર્યન છે. મેગ્નેશશિયમ અને ફોસ્ફરસ જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાથી અન્ય લીલાં શાકભાજીની માફક અળવીનાં પાન આરોગ્ય માટે ગુણકારી છે, પૌષ્ટિક છે.

અળવીના પાનનો ઉપયોગ અને ફાયદાઓ

અળવીના પાન હ્રદય રોગ માટે ગુણકારી છે,આ સાથે જ માથાનો દુખાવા માટે અળવીના પાન ફાયદાકારણ ગણાય છે.આ સાથે જ અળવીના પાન ખાવાથી કાનનો દુખાવો, અનિંદ્રા પણ દૂર થાય છે.જ્યારે હાથ કે પગમાં સોજા આવ્યા હોય ત્યારે આ પાનનું સેવન કરવાથી સોજા દૂર થાય છે

અળવીના પાન ખાવાથી કબજિયાત મટે છે.અળવીનાં પાનને ધોઈ તેનો રસ કાઢી તેમાં શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ માટે થોડી

આ પાન સાથે સાકર ઉમેરી પીવાથી છાતીમાં થતી બળતરામાં રાહત થાય છે.આ સાથે જ આ રીતે તેનું સેવન કરવાથી ખાટા ઓડકાર, ઉબકા જેવી હાયપર એસિડીટીથી થતી તકલીફમાં બગડેલા પિત્તને સુધારી પાચન સુધારે છે.

અળવીનાં પાનને ડાળખાની સાથે જ બાફી, બાફવા માટે વપરાયેલા પાણીને ગાળી તેમાં ઘી ઉમેરી નવશેકું ગરમ ૧ ચ્હાનાં કપ જેટલું પીવાથી, વાયુથી પેટ ફુલી જઈ થતાં અપચામાં ઓડકાર સાફ આવી પાચન સુધરે છે.

બાળકને સ્તનપાન કરાવતી માતાઓએ અળવીનાં પાનનું શાક અથવા અળવીની ગાંઠનાં શાકનો ખોરાકમાં ઉપયોગ કરવો.અળવીમાં પોટેશ્યમનું પ્રમાણ ઘણું વધારે છે. શરીરમાં ક્ષારનાં પ્રમાણનું સંતુલન જળવાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code