બિહારના તબીબોએ એક યુવકનું ઓપરેશન કરીને જડબામાંથી એક-બે નહીં પરંતુ 82 દાંત નીકાળ્યાં
દિલ્હીઃ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના મોઢામાં 32 દાંત હોય છે પરંતુ આઈજીઆઈએમએસમાં તબીબો ત્યારે આશ્ચર્ય ચકિત થઈ ગયા જ્યારે 17 વર્ષના નવયુવાનના ઓપરેશન દરમિયાન મોઢામાંથી એક-બે નહીં પરંતુ 82 દાંત મળી આવ્યાં હતા. યુવાનના તમામ દાંત ટ્યુમરમાં ફસાયેલા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભોજપુર જિલ્લાના નીતિશકુમાર નામના 17 વર્ષીય નવયુવાના મોઢામાં થયેલુ ટ્યુમર અલગ જ પ્રજાતિનું હોવાનું મનાઈ રહ્યું છે. જો સમયસર યુવાનનું ઓપરેશન કરવામાં ન આવ્યું હોય તો તેને કેન્સરનું ટ્યુમર થવાની પણ શક્યતાઓ હોવાનું તબીબો માને છે. હોસ્પિટલના દાંત વિભાગના વડા ડો.એસ.કે.શર્માએ જણાવ્યું હતું કે, યુવક કોમ્પ્લેક્સ ઓડોંટોમ નામની બીમારી સામે લડી રહ્યો હતો. તપાસ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેસન કરવામાં આવ્યું છે.
હોસ્પિટલના મેડિકલ સુપ્રિ. ડો. મનીષ મંડલએ જણાવ્યું હતું કે, સમગ્ર બિહારમાં આ પહેલો કેસ હશે. દાંત વિભાગના ડો પ્રિયંકર સિહ, જો. જાવેદ ઈકબાલ વગેરે તબીબોની ટીમે લગભગ 3 કલાકના ઓપરેશન બાદ યુવાનના જડબાની નીચે ટ્યુમર યુક્ત દાંતોને બહાર કાઢ્યાં હતા. ટ્યુમર જડબું અને ગળાની વચ્ચે હતું. યુવાન હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે.
ડો પ્રિયંકરે જણાવ્યું હતું કે, કોમ્પ્લેક્સ ઓડોંટોમ બીમારી એક મસૂડામાં અનેક દાંત બનાવે છે. આ એક રીતે ટ્યુમરની શરૂઆત જ કહેવાય.આને કાઢવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેવુ અમે એ ટ્યુમર ખોલ્યું કે તરત જ નાના મોતી જેવા દાંત બહાર આવવાનું શરૂ થઈ ગયું હતું. ઓપરેશન દરમિયાન લગભગ 82 દાંત નીકળ્યાં હતા. તેની ગણતરી કરતા પણ અમે થાકી ગયા હતા.
ડો. મનીષ મંડલએ જણાવ્યું કે, આ ટ્યુમર જુનું હશે તો ઠીક છે પરંતુ નવી પ્રજાતિ મળશે તો આ તબીબોની એક શોધ હશે. આ ટ્યુમર કઈ પ્રજાતિનું છે જેમાં આટલી મોટી સંખ્યામાં દાંત હોય. જેથી ભવિષ્યમાં અન્ય દર્દીઓને આવા ટ્યુમર વધે તે પહેલા જ તેને રોકી શકીએ. ક્યાં કારણોકર ટ્યુમરમાં આટલા દાંત આવે તેની તપાસ કરવામાં આવી રહી છે.