બોલીવુડ યુવા કલાકારો માટે છે, વૃદ્ધ કલાકારો માટે જગ્યા નથીઃ આ અભિનેતાએ વ્યક્ત કરી વ્યથા
દિલ્હીઃ અભિનેતા શરત સક્સેનાએ બોલીવુડના જાણીતા કલાકારો પૈકી એક છે. હાલ તેઓ પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત 71 વર્ષીય સક્સેનાએ પોતાની ફિલ્મી કેરિયર અને અંગત જીંદગીથી ચર્ચા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યુવા કલાકારો માટે જ જગ્યાં છે. જ્યારે સિનિયર સિટીઝન કલાકારો માટે જગ્યા નથી. ફિલ્મમાં કોઈ વૃદ્ધનો રોલ હોય તો સૌ પ્રથમ અમિતાભ બચ્ચનને ઓફર થાય છે. જ્યારે અન્ય કલાકારોને ભંગાર સમજવામાં આવે છે. એમ શરત સક્સેનાએ એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વૃદ્ધોની કોઈ જરૂર ના હોય તેમ લાગી રહ્યું છે. અમે હજુ જીવીએ છીએ અને ફિલ્મોમાં કામ કરવા માંગીએ છીએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વૃદ્ધ લોકો માટે કેટલી ભૂમિકાઓ લકાય છે. વૃદ્ધો ઉપર લખવામાં આવેલી સારી ભૂમિકાઓ અમિતાભ બચ્ચન લઈ જાય છે અને પછી જે ભંગાર બચે છે તે અમારા જેવા કલાકારોને અપાય છે. જે મોટાભાગના લોકો ઈન્કાર કરી દે છે.
તેમણે વધુમાં કહ્યું કે, સિનિયર અભિનેતાઓ માટે ભૂમિકાની અછતને લઈને પોતાને ફીટ રાખવાની કોશિષ કરે છે. જેથી યુવાન દેખાઈ શકું. 71 વર્ષની ઉંમરે પણ બે કલાક કસરત કરું છે જેથી હું 25 વર્ષીય યુવાનોને ટક્કર આપી શકું. તેમજ એક મજબુત વ્યક્તિ જેવો દેખાવું. એટલું જ માથાના વાળ અને મૂછોને કાળી કરું છે. હું 71 વર્ષનો છું પરંતુ માટે 50-55 વર્ષનું દેખાવવું પડે છે. નહીં તો મને કોઈ કામ નહીં મળે.
(Photo - Social Media)