રાજ્યમાં હવે 5 જ દિવસ થશે વેક્સિનેશનનું કાર્યઃ બુધવાર તથા રવિવારે નહી લઈ શકાય વેક્સિન
- હવે 5 દિવસજ વેક્સિન આપવામાં આવશે
- બુધવાર તથા રવિવારે વેક્સિનનું કાર્ય બંધ રહેશે
અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે, કોરોનાના કેસોને કંટ્રોલમાં લાવવા માટે દેશમાં મોટાપાયે વેક્સિનેશનની પ્રક્રીયા ચાલી રહી છે, જો કે હવે રાજ્યમાં વેક્સિન આપવાના કાર્ય દિવસને ઘટાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે હવેથી અઠવાડિયાના દર બુધવારે અને રવિવારે કોરોનાની વેક્સિન લઈ શકાશે નહીં ,ઉલ્લેખનીય છે કે બુધવારે મમતા દિવસના કારણે રજા રખાી હતી અને હવે રવિવારે રજા હોવાના કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવશે
આ સમગ્ર બાબતને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી કે બુધવારે મમતા દિવસ વર્ષોથી ઉજવાય છે. બાળકોને સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગનો આયોજિત કરાયેલો આ કાર્યક્રમ છે. હાલની તારીખમાં 3 કરોડ કરતા વધુ ગુજરાતીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે,દર સપ્તાહે રવિવાર અને બુધવાર સિવાય કોવિડ વેકસીનેશનની પ્રક્રિયા શરુ જ રહશે,અઠવાડિયામાં 2 દિવસ ખાલી વેક્સિન લઈ શકાશે નહી.
આ સાથે જ તેમણે માહિતી આપી હતી કે રાજ્યમાં વધુ 4 લાખ કરતા વધુ વેક્સિનની ખેપ આવતી કાલે રાજ્યને મળશે,જો કે હાલ 3 લાખ ડોઝનો જથ્થો રાજ્ય પાસે ઉપલબ્ધ છે, કોરોનાના કેસો ઓછા હોવાથી વેક્સિનશેની પ્રક્રિયા હળવી કરવામાં આવી છે.
જો ગુજરતામાં કોરોનાના કેસોની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 679 એક્ટિવ કેસ જોવા મળે છે અને સાજા થવાનો દર 98.69 ટકા જોવા મળે છે