શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 2 આતંકીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ
- શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી સફળતા
- સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ
- સુરક્ષા દળોએ બે આંતકીઓને કર્યા ઢેર
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હજી પણ બંને તરફથી ગોળીબાર શરૂ છે.
માહિતીના આધારે, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે શ્રીનગરના દાનમાર વિસ્તારની આલમદાર કોલોનીમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓને ઘેરી લીધા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ઘેરાબંદી શરૂ કરી ત્યારે છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી.
કાશ્મીર પોલીસે કહ્યું કે આલમદાર કોલોનીમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ સતત આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહી છે. સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. હજુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં કેટલાક આતંકીઓ છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. આ એન્કાઉન્ટરમાં લશ્કરના પાકિસ્તાની કમાન્ડર એજાઝ ઉર્ફે અબુ હુરેરા સહિત 3 આતંકીઓ માર્યા ગયા હતા. હત્યા કરાયેલા આતંકવાદીઓ પાસેથી એક વિશાળ જથ્થો હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.