- તામિલનાડુમાં 31 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ
- જો કે પ્રતિબંધો થોડા હળવા કરાયા
દિલ્હીઃ- સમગ્રદેશભરમાં કોરોના મહામારીને જોતા અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક રાજ્યોમાં નાઈટ કરઅફ્યૂ તો ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોને જોતા લોકડાઉન પણ લગાવાયું હતું, ત્યાર હવે તમિળનાડુ સરકારે કોરોના વાયરસને પગલે લગાવેલ લોકડાઉન 31 જુલાઈ સુધી વધાર્યું છે.
તોમિલનાડુ સરકાર તરફથી જો કે લોકોને વધુ પ્રમાણમાં છૂટ આપવામાં આવી છે. 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. સરકારે જારી કરેલા નવા માર્ગદર્શિકા મુજબ આઇટીઆઈ અને ટાઇપ રાઇટિંગ સ્કૂલો 50 ટકા ક્ષમતા સાથે ચલાવી શકાશે. આ વખતે, શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અને પુસ્તક વિતરણ માટે શિક્ષકોને પણ મંજૂરી આપવામાં આવી છે.
તમિલનાડુમાં આ પહેલા લોકડાઉન 19 જુલાઈ સુધી અનમલી થયું હતુ. નવી માર્ગદર્શિકા મુજબ, 50 લોકોને લગ્નમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે અને 20 લોકો અંતિમવિધિમાં ભાગ લઈ શકશે.રાજ્યના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને લોકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી રીતે તેમના ઘરની બહાર ન નિકળે અને કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં એકઠા ન થાય.પુંડ્ડુચેરીથી છોડીને ત્યાથી આવતી આંતરરાજ્ય બસો પ્રતિબંધિત રહેશે. થિયેટરો, બાર, સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય, રાજકીય અને સમુદાયની બેઠકો પર જેમાં ઘણા લોકો એકઠા થાય છે તેના પર પ્રતિબંધ રખાયો છે, આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પહેલાની જેમ અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, કેરળ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી સાથે તેમના રાજ્યોમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી. આ વર્ચુઅલ મીટિંગમાં સીએમ એમ કે સ્ટલિને તમિલનાડુને અન્ય રાજ્યોની તુલનામાં ઓછી કોરોના રસી આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે કેન્દ્ર સરકારે ખાસ કરીને રાજ્યને એક કરોડ ડોઝ આપવો જોઈએ