અમદાવાદની પોળોમાં આવેલી સાત જેટલી હેરિટેજ હવેલીઓ મ્યુનિ. હસ્તક લેવા સુચિબદ્ધ કરાઈ
અમદાવાદઃ શહેરમાં 2036ના વર્ષમાં ઓલિમ્પિક્સ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શહેરના વર્લ્ડ હેરિટેજ સિટીના સ્ટેટ્સને વધારે મજબૂત બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે. શહેરને ઐતિહાસિક મહત્વ મળે તે માટે સાત હવેલીને સિટીમાં સાંકળી લેવામાં આવશે.આ સાત હવેલીના માલિક ખાનગી છે. અમદાવાદની નવીન ડબલ્યુસીસી સૂચિ હેઠળ આ તમામ ઇમારતોનો સમાવેશ કરવા માટે એક ગેઝેટ પ્રકાશિત કરવામાં આવ્યું છે જે ટીડીઆરને સોંપવામાં આવશે. ખાનગી માલિકાઓ પણ ડબલ્યુએસસી હેઠળ તેમની મિલકતો સોંપવા માટે અરજી કરેલી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સાત ઇમારતોના માલિકો સપ્ટેમ્બર 2019 થી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ફેબ્રુઆરીમાં જ તેમની રચનાઓ સૂચિબદ્ધ કરવામાં આવી હતી. ઉપરાંત મ્યુનિ.દ્વારા ડબ્લ્યુએચસી લિસ્ટિંગ માટે છ વધારાની અરજીઓ પર પ્રક્રિશરૂ કરવામાં આવી છે, અને ગેઝેટ પ્રકાશિત થયું છે, પરંતુ આ બિલ્ડિંગોને ટીડીઆર સોંપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
સાત બિલ્ડિંગોમાંથી જે સૂચિબદ્ધ કરાયા છે તેમાં ખાડિયાની ત્રણ ઇમારતોને ગ્રેડ-2, શાહપુરની ત્રણ કે જેને ગ્રેડ-2બીમાં વર્ગિકૃત કરવામાં આવી છે. આ પ્રોપર્ટી લાખા પટેલની પોળ, દેસાઈની પોળ, કપિલદાસની પોળ, ઢાળની પોળ, સાંકડી શેરી અને મોટો સુથારના વાડામાં સ્થિત છે.આ સૂચિબદ્ધ મિલકતના માલિકોએ તેમના સૂચનો પણ નાગરિક સંસ્થાને સુપરત કર્યા હતા અને સરકારને વિનંતી કરી છે કે આશરે 500 હેક્ટર વિસ્તારને અર્બન એન્ટરપ્રાઇઝ ઝોન જાહેર કરવામાં આવે. શહેરમાં 2700 ઇમારતો હેરીટેજને લાયક છે જે પૈકી 2000 જેટલી ઇમારતો ખાનગી માલિકી ધરાવે છે.