- વૈદેહી ડોંગરે બન્યા મિસ ઇન્ડિયા USA 2021
- આ સ્પર્ધામાં અર્શી લાલાની બીજા ક્રમાંકે
- ડોંગરેએ આંતરરાષ્ટ્રીય અધ્યયનમાં મિશિગન યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે
નવી દિલ્હી: મિસ ઇન્ડિયા યૂએસએ 2021નો ખિતાબ મિશિગનની 25 વર્ષીય વૈદેહી ડોંગરે જીત્યો છે. જ્યારે આ સ્પર્ધામાં જ્યોર્જિયાની અર્શી લાલાની બીજા ક્રમાંકે રહી હતી. ડોંગરેએ આંતરરાષ્ટ્રીય અધ્યયનમાં મિશિગન યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે.
પ્રતિભાશાળી વૈદેહીએ તે ઉપરાંત ભારતીય શાસ્ત્રીય નૃત્ય, કથકમાં મિસ ટેલેન્ટેડ પુરસ્કાર પણ જીત્યો છે. વૈદેહીએ કહ્યું હતું કે, હું મારા સમુદાયનો સકારાત્મક પ્રભાવ મૂકવા ઇચ્છુક છું અને મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અને સાક્ષરતા પરત્વે ધ્યાન આપવા માંગું છું.
પ્રતિયોગિતાના મુખ્ય અતિથિ અને મુખ્ય ન્યાયાધીશ ડાયના હેડન હતા. જે 1997 માં મિસ વર્લ્ડ રહી ચુક્યા છે. 20 વર્ષની અર્શી લાલાની જ બ્રેઇન ટ્યૂમરથી પીડિત છે તેણે પોતોના પ્રદર્શન અને આત્મવિશ્વાસથી સૌ કોઇને હેરાન કરી દીધા. અર્શી લાલાની બીજા સ્થાન પર રહ્યા. નોર્થ કૈરોલિનાના મીરા કસારી ત્રીજા સ્થાન પર રહી.
મિસ ઇન્ડિયા યૂએસએ, મિસિઝ ઇન્ડિયા અને મિસ ટીન ઇન્ડિયા યૂએસએ ત્રણ અલગ અલગ પ્રતિયોગિતામાં 61 પ્રતિયોગિઓએ ભાગ લીધો હતો. ત્રણ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે તમામ પ્રતિયોગીઓને મુંબઇની ટિકિટ આપવામાં આવી હતી.
મિસ ઇન્ડિયા યૂએએસએની શરુઆત ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટીના બેનર હેઠળ લગભગ 40 વર્ષ પહેલા ધર્માત્મા અને નીલમ સરને કરી હતી. વર્ષ 1980થી આ પ્રતિયોગિતા થઇ રહી છે. મિસ ઇન્ડિયા યૂએસએ ભારતથી બહાર લાંબા સમય સુધી ચાલનારી ભારતીય પ્રતિયોગિતા છે.