ગુજરાતમાં ધોરણ 8થી 11ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કાલે મળનારી કેબીનેટની બેઠકમાં લેવાય તેવી શક્યતા
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણને થઈ છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં ધો. 12 અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની સરકારે મંજુરી આપી દીધી છે. ત્યારે ધો.8થી 11ની શાળાઓ શરૂ કરવા માગ ઊઠી છે. ત્યારે આવતી કાલે ગુરૂવારે બપોરે મળનારી મંત્રી મંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં બકરી ઈદની જાહેર રજા હોવાથી બુધવારના દિવસે મળતી મંત્રીમંડળની બેઠક મળી નથી જે આવતીકાલે ગુરૂવારે બપોરે 12 કલાકે મળશે જેમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઊજવણી તેમજ આગામી સપ્તાહ ધોરણ 8 થી 11 ની શાળા ઓફલાઈન શરૂ કરવાના મામલે પરામર્શ કરવામાં આવશે. 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ એટલે કે નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરશે. જેમાં મહિલા, યુવાનો ,ખેડૂતો , આદિવાસી ,શિક્ષણ, વિકાસ, ગરીબી નિર્મૂલન જેવી અલગ અલગ થીમ પર કામ કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મંત્રી કક્ષાએથી તેના પ્રેઝન્ટેશન લેવામાં આવી રહ્યા છે અને આખરે સમીક્ષાઓ થઈ રહી છે. આજના દિવસે રજા હોવા છતાં કેટલાક વિભાગો તેમની કામગીરી ચાલુ રાખી હતી. જેમાં ખાસ કરીને આરોગ્ય, શિક્ષકો આદિજાતિ વિભાગ તેમજ યુવા સેવા સાંસ્કૃતિક મંત્રાલય કાર્યરત હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલયમાં પહેલી ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણી થનાર છે. આ ઉજવણીના ભાગપે દરેક વિભાગ દ્રારા તેમણે પાંચ વર્ષ દરમિયાન કરેલી કામગીરી ખાસ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને લઇને કક્ષાના પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની સાથે સૌરભભાઈ પટેલ આર.સી.ફળદુ પ્રદિપસિંહ જાડેજા તેમજ ગણપતભાઈ વસાવા સમાવેશ કરવામાં આવ્યો છે જે સમગ્ર ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે