WHOએ કોરોનાથી મુક્ત થવા માટે લોકોને આપી મહત્વની સલાહ
- કોરોનાને લઈને WHOની સલાહ
- વર્ષ 2022 સુધી કોરોનામુક્ત થઈ શકીએ
- જો તકેદારી અને એલર્ટ રહેવામાં આવે તો
દિલ્લી: કોરોના વાયરસનું સંક્રમણ હાલ વિશ્વના તમામ દેશોમાં ફેલાયું છે. આ મહામારીને રોકવા માટે તમામ દેશની સરકાર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો પણ આ સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે સફળતા મળી નથી. હાલ હવે આ બાબતે WHO દ્વારા ફરીવાર લોકોને કહેવામાં આવ્યું છે કે જો કોરોના વાયરસના સંક્રમણથી સંપૂર્ણ રીતે મુક્ત થવું હોય તો માત્ર થોડા મહિના તકેદારી રાખો. જો થોડો સમય સતર્ક અને સલામતી માટેના સંપૂર્ણ રીતે પગલા ભરીશું તો 2022માં આપણે બધા કોરોનાથી મુક્ત થઈ જશું.
WHOના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડોક્ટર માઈક રિયાને જણાવ્યું કે, ”આ વર્ષે તો કોરોના મહામારી પર કાબુ મેળવવાનો કોઈ ઉપાય શોધાયો નથી પણ આપણે સૌ અતિભાગ્યશાળી હોઈશું,તો આપણે 2022 સુધીમાં કોરોના મુક્ત થઇ જઈશુ. આપણે ગરીબ રાષ્ટ્રોમાં વેક્સીનનો પર્યાપ્ત જથ્થો અપાવ્યો, સોશિયલ ડીસ્ટેસિંગ જાળવીશું અને હોસ્પિટલ્સને જરૂરી મદદ પહોચાડી શકીશું, તો નિશ્ચિતપણે મહામારીનો આ દોર પણ સમાપ્ત થઇ જશે અને હાઈ વેક્સીનેશન રેટ પણ અતિ આવશ્યક છે.”
જે લોકો વેક્સીન નથી લેતા, અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કરતા તે તમામને કોરોનાનો ચેપ લાગવાની વધુ સંભાવના રહેલી છે. ઇન્ટરનેશનલ ટ્રાઈલ પણ જરૂર પડે કરવી પડશે. ડો. રિયાને આગળ જણાવ્યું કે, ઝીરો રિસ્ક જેવું અત્યારે કઈ જ નથી. અને અત્યારે જોખમ ઓછું કરવા પર જ વિચારવું જોઈએ.