ફોટોજર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાને લઈને પહેલી વખત તાલિબાનનું નિવેદન – કહ્યું ‘તે દુશ્મન દેશની સેના સાથે આવ્યો હતો અમે તેને નથી માર્યો ’
- દાનિશ સિદ્દીકીને લઈને તાલિબાનનું નિવેદ
- કહ્યુંઃ-અમે નથી કરી હત્યા, તે દુશ્મન સેના સાથે આવ્યો હતો
દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી દાનિશની હત્યાને લઈને તાલિબાન તેની ભૂલ કબૂલી રહ્યું નથી અને તે આરોપમાંથી બચી રહ્યું છે, ત્યારે હજી પણ તાલિબાન પોતાનો બચાવ કરી રહ્યું છે,અફઘાનિસ્તાન પર કબજો મેળવવા માટે યુદ્ધ કરી રહેલા તાલિબાને પોતાને પોતાને ગુનેગાર ન ગણાવતા ભારતના પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાનો સતત ઈનકાર કરી રહ્યું છે.
આ મામલે તાલિબાને પોતાનો બતાવ કરતું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સ્પિન બોલ્દક ખાતે તાલિબાનમાં થેયલા હુમલામાં દાનિશ મોતને ભેટ્યો હતા. યુદ્ધ ક્ષેત્રમાં મીડિયા કવરેજ માટે ગયા હતા પરંતુ તાલિબાનના હુમલાનો શિકાર બન્યા અને તોમને ભેટ્યા હતા
દાનિશની તાલિબાન દ્વારા થયેલી હત્યાને લઈ તાલિબાનની દેશભર સહિત અનેક દેશો ટિકા કરી રહ્યા છે.દાનિશની હત્યા મામલે તાલિબાન બઘી તરફથી ઘેરાયું છે,ત્યારે હવે હત્યામાં પોતાનો કોી જ હાથ ન હોવાની વાતો કરી પોતાની છબી બચાવી રહ્યું છે, ત્યારે હવે આ વાતને લઈને તાલિબાને એવું એક નિવેદન આપ્યું છે કે, જો દાનિશે ત્યાં કવરેજ માટે આવવું હતું તો પહેલા તાલિબાનની મંજૂરી વેલી જોઈતી હતી.આમ કહીન તે પોતાના દોષનો ઠોપલો હળવો કરી રહ્યું છે.
જ્યારે તેઓને દાનિશ સિદ્દીકીની હત્યા મામલે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે આ સવાલના જવાબમાં કહ્યું કે, દાનિશને અમે માર્યો નથીમ . તે દુશ્મનની સેના સાથે અહીં આવ્યો હતો અને જો કોઈ પત્રકારે અહીં આવવું છે તો તે અમારા સાથે પહેલા આ બાબતની મંજૂરી લેવી જોઈએ, અમે પહેલાથી પત્રકારો સાથએ સંપર્કમાં છીએ