PM મોદીએ મતવિસ્તાર બે ગામ લીધા દત્તક, બંને ગામનો થશે વિકાસ અને મળશે નવી દીશા
- પીએમ મોદીએ પોતાના મત વિસ્તારના બે ગામો દત્તક લીધા
- સંસદીય વિસ્તારના ગામોમાં વહેશે વિકાસની ગંગા
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીની બે વિધાનસભાના બે ગામોમાં હવે વિકાસની ગંગા વહેતી થશે. પ્રધાનમંત્રી સંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ બે ગામોની પસંદગી કરવામાં આવી છે. તેમાં રોહણીયા વિધાનસભામાં પરમપુર ગામ અને સેવાપૂરી વિધાનસભામાં આખું બારીયારપુર ગામનો સમાવેશ થાય છે. આ અંગેનો એક પત્ર જિલ્લા વહીવટી તંત્રને મળી ચૂક્યો છે.
ગ્રામીણ વિકાસ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર ઉમેશમણી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ ઘણા સમય પહેલા મોકલાયો હતો. કોરોનાને કારણે આ અંગે કોઈનિર્ણય લેવાયો નહોતો. હવે ત્યાંથી પત્ર મળ્યા બાદ સીએસઆર ફંડમાંથી વિકાસના કામો કરવામાં આવશે. તમામ વિભાગો સરકારની યોજનાઓથી ગામને સંતૃપ્ત કરશે. તેનાથી ગામની તમામ સમસ્યાઓ હલ થશે.
પીએએમ મોદી દ્વારા આરાજીલાઈન બ્લોકના પરમપુર અને સેવાપુરી બ્લોકના આખા બારીયાર ગામમાં દત્તક લેવાની વાત જાહેર થતા જ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ ગામોમાં વિકાસની આશા સેવાઈ રહી છે. ગામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
આમ તો આ જાહેરાત છ મહિના પહેલા જ કરવામાં આવી હતી. આ જાહેરાત થતાં જ જિલ્લા પ્રમુખ હંસરાજ વિશ્વકર્મા, રાજ્ય મંત્રી અનિલ રાજભાર સહિતના ભાજપના નેતાઓએ ગામની મુલાકાત પણ લીધી હતી અને બે એજન્સીઓ દ્વારા ગામનો સર્વે કપણ હાથ ધરાયો હતો.જો કે કોરોનાની સ્થિતિને કારણે આ કાર્ય પાર પાડી શકાયું નહોતું,