ટોક્યો ઓલિમ્પિકઃ ટેનિસમાં ભારતીય સુમિત નાગલની જીત સાથે અભિયાનની શરૂઆત
દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં વેટલિફ્ટીંગમાં ભારતીય મહિલા ખેલાડી મીરાબાઈએ સિલ્વર મેડલ જીતીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. આ ઉપરાંત ભારતીય પુરુષ હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાજીને અભિયાનની જીત સાથે પ્રારંભ કર્યો છે. આવી જ રીતે ટેનિસ સિંગ્લસ પુરુષમાં ભારતીય સુનિત નાગલે પણ જીત સાથે અભિયાનનો પ્રારંભ કર્યો છે. સુમિતે ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્તોમિનને હરાજીને જીત નોંધાવી હતી.
પુરુષ સિંગ્લસમાં સુનિત નાગલે શનિવારે ઓલિમ્પિક ટેનિસ પાર્કમાં ઉઝબેકિસ્તાનના ડેનિસ ઈસ્તોમિન સામે 6-4, 6-7 (6), 6-4થી જીત મેળવી હતી. આમ ટેનિસ પુરુષ સિંગ્લસમાં ભારતનો જીત સાથે અભિયાનનો પ્રારંભ થયો હતો. વર્ષ 1996માં એટલાન્ટામાં ભારતીય ખેલાડી લિએન્ડર પેસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ સુમિત નાગલે ઓલિમ્પિકમાં સિગંલ્સ ટેનિસમાં જીત મેળવી હોવાનું જાણવા મળે છે. ટેનિસ સિંગ્લસમાં પણ ભારતને મેડલ મળે તેવી આશાઓ વ્યક્ત થઈ રહી છે.
(Photo : olympics.com)