જીવનમાં પોતાના નૈતિક સિદ્ધાંતોથી વધારે મહત્વ તો આપણું પોતાનું પણ ન હોવું જોઈએ: ડૉ.શશીકાંત ભગત
गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते। अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते। – આ શ્લોકમાં ‘ગુરુ’ એમ બે અક્ષરનો અર્થ જણાવવામાં આવ્યો છે. ‘ગુરુ’ શબ્દમાં ‘ગુ’નો મતલબ થાય છે કે અંધકાર અને ‘રુ’નો અર્થ થાય છે કે અજવાળું, તો જે વ્યક્તિ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે તેને હકીકતમાં ‘ગુરૂ’ માનવામાં આવે છે. ગુરુ પોતાના જીવનના અંધકારને પણ આ રીતે જ દૂર કરે છે અને પછી જ તે ગુરુ બને છે.
તો આ વખતે એવા જ એક વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે અનેક મુશ્કેલીઓનો સંઘર્ષ કરીને હાર નથી માની, સમયને માન આપીને અને સંઘર્ષ કરીને પોતાને પ્રોફસર/શિક્ષક બનાવ્યા અને આજે અસંખ્ય વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાંથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરી રહ્યા છે.
વાત છે ડૉ.શશીકાંત ભગતની કે જેઓ હાલ પ્રોફેસર તરીકે જર્નાલિઝમની ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.
બાળપણનો યાદગાર પ્રસંગ
ડૉ.શશીકાંત ભગત કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં સફળતાને મેળવવા માટે ક્યારેય હાર નથી માની, તેમણે પોતાના બાળપણના યાદગાર પ્રસંગને યાદ કરતા જણાવ્યું કે જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તેમને ખેતરોમાંથી અને પાણીમાંથી ફરીફરીને શાળાએ જવુ પડતું હતુ. આ પ્રકારની મુશ્કેલીઓને સહન કરીને પણ શાળાએ ભણવા જવાનું બંધ કર્યું ન હતું તે જ તેમની ભણતર પ્રત્યેની ધગશ અને ઉત્સાહને દર્શાવતી હતી.
આ બાબતે ડૉ.શશીકાંત ભગતએ તે પણ જણાવ્યું કે તેઓ જે ગામમાં રહેતા હતા ત્યાંનો કોઈ વિદ્યાર્થી ક્યારેય કોઈ પરીક્ષામાં પ્રથમ નહોતું આવ્યું પણ ધોરણ-8માં તેમણે તનતોડ મહેનત કરી અને શાળાની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તે સમયે એક જોશ હતો તેમનામાં કે આજ સુધી તેમના ગામનો વિદ્યાર્થી પહેલા નંબરને નથી આવ્યો તો તેના માટે કોશિષ કરવી જોઈએ. આજુબાજુના 10-15 ગામના વિદ્યાર્થીઓને ટક્કર આપીને પ્રથમ નંબર મેળવ્યા બાદ તેમના મોટાભાઈએ તેમને તે સમયે એટલાસની સાઈકલ પણ આપી હતી.
તક્લીફ પછી જ મળે સફળતા
ડૉ.શશીકાંત ભગત દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું કે તેમના માટે સૌથી કપરો સમય ત્યારે હતો જ્યારે તેમણે Ph.Dમાં એડમિશન લીધું. વાત એવી હતી કે જ્યારે તેમણે માસ્ટર ડિગ્રી પૂર્ણ થયા પછી ભણવાનું વિચાર્યું ત્યારે એટલે Ph.D સમયે તેમના માથે ભણવાની તો જવાબદારી હતી જ, પરંતુ સાથે સાથે કમાવાની અને પરિવારની પણ જવાબદારી હતી.
આ સમયે તેમને લાગતું કે Ph.D પૂર્ણ થશે કે નહી પણ સફળતા માટે ક્યારેય હાર ન માનવાનો સ્વભાવ તેમને કામ આવ્યો અને તમામ પ્રકારની જવાબદારીઓની સાથે તેમણે Ph.Dની પદવી મેળવી. પોતાનું માસ્ટર ડિગ્રી પછીનું એટલે કે Ph.D પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી કર્યું.
ભણતર દરમિયાન સાથીદારનું મહત્વ સમજાયું
જો વાત કરવામાં આવે સાથીની તો જીવનમાં ક્યારેય કોઈપણ કામમાં કોઈ વ્યક્તિ એકલુ નથી હોતુ. તે હંમેશા ક્યારેક ને ક્યારેક કોઈની સાથે તો હોય છે જ. પણ વાત એ છે કે જે વ્યક્તિ સાથે છે તે કેવું છે અને તે પણ અનેક રીતે અસર કરતું હોય છે.
આ વાત ત્યારની છે જ્યારે ડૉ.શશીકાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘માસ્ટર ઈન જર્નાલિઝમ’ ભણતા હતા. આ સમયે તેમને કમળો થયો હતો અને તેના કારણે તેઓ કોલેજ આવી શકે તેવી સ્થિતિમાં હતા નહી. આ સમયે તેઓનું માસ્ટર ડિગ્રીનું અંતિમ સેમેસ્ટર ચાલી રહ્યું હતુ ત્યારે ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી દ્વારા કોલેજ આવવામાં કહેવામાં આવ્યુ હતુ. જો કે ડૉક્ટર્સ દ્વારા શશીકાંત ભગતને સતત આરામ કરવાનું જ કહેવામાં આવ્યું હતુ પણ અન્ય તરફ એચ.ઓ.ડીએ કહ્યુ હતુ કે કોલેજ નહી આવો તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી. અને આખરે કમજોર હાલતમાં પણ તેઓને કોલેજ આવવા માટે ફરજ પડી હતી.
અને હવે મુખ્યવાત શરૂ થાય જે એ છે કે આ સમયે તેમના ક્લાસમાં ભણતા સાથીદારોએ કોલેજમાં અરજી કરી હતી અને શશીકાંત ભગતને આરામ કરવા દેવામાં આવી તેવી રજૂઆત કરી હતી. આખરે આ વાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુધી પહોંચી હતી અને ત્યાં તેમના દ્વારા શશીકાંત ભગતને આરામ કરવા દેવાની પરવાનગી આપવામાં આવી હતી.
ત્યારે શશીકાંત ભગતને જીવનમાં તે પણ સમજાયું કે જીવનમાં સાચા સાથીદારનું કેટલું મહત્વ હોય છે.
જીવનમાં પહેલી જોબ કે સફળતા મળવાની ખુશી
ડૉ.શશીકાંત કે જેમને પહેલેથી જ વિદ્યાર્થીઓને ભણાવવાનો શોખ હતો અને આખરે તેમને પૂણની કોલેજમાં ભણાવવાની તક મળી ત્યારે તેમના માટે સૌથી ખુશીનો સમય હતો. મહત્વની વાત એ હતી કે જ્યારે તેઓ ભણાવવામા માટે ગયા ત્યારે તેઓનું વજન થોડું ઓછુ હતુ પણ રાજકોટથી પુણેમાં ભણાવાનું શરૂ કર્યુ ત્યારે વિદ્યાર્થીનો સપોર્ટ મળવા લાગ્યો.
જીવનનો સિદ્ધાંત
દરેક વ્યક્તિના પોતાના જીવનમાં કેટલાક સિદ્ધાંત હોય છે જેના પર તે હંમેશા કાયમ રહેતું હોય છે. આ રીતે ડૉ.શશીકાંતના પણ કેટલાક સિદ્ધાંતમાં છે જેમાં તેઓ માને છે કે જીવો અને જીવવા દો. આ બાબતે વધારે કહ્યું કે જીવનમાં તેમણે અનેક પ્રકારનો સાથ સહકાર મેળવ્યો અને જીવનના દરેક પાસાને ધ્યાનથી જોયા છે અને ભણ્યા પણ છે. આ બાબતે કેટલીક વાર તેમને સફળતા મળી તો ક્યારેક અસફળતા મળી પણ પોતાના સિદ્ધાંતોની સાથે બાંધછોડ નથી કરી.
કોઈ પણ વ્યક્તિ તમારા સિદ્ધાંતો સાથે મજાક કે અપમાન કરે તો તેનાથી દૂર થઈ જવુ જોઈએ. તેઓએ કહ્યું કે તેમના દ્વારા હંમેશા ધ્યાન રાખવામાં આવે છે કે કોઈના માન સન્માનને હાની ન પહોંચે પણ તેમના સન્માનને હાની પહોંચે તો તેઓ ત્યાં સંબંધ પુરા કરી નાખે છે.
ડૉ.શશીકાંત ભગતના જીવનમાં પ્રેરણાસ્ત્રો
ડૉ.શશીકાંત ભગત પોતાના જીવનમાં પોતાના પરિવારના લોકોને જ પ્રેરણાસ્ત્રોત માને છે. તેમણે આ વિષય પર કહ્યું કે જીવનમાં પ્રેરણાસ્ત્રોત તેમાં ત્રણ વ્યક્તિ છે. જેમાં પહેલા નંબર પર તેમના મોટા ભાઈ. બીજા નંબર પર તેમના માતાશ્રી અને ત્રીજા નંબર પર તેમના પિતાશ્રી. મોટાભાઈએ હંમેશા તેમને નાના ભાઈ નહી પરંતુ પોતાના બાળકની જેમ રાખ્યા છે. પોતાના સિદ્ધાંતો પર ટકી રહેવાનું લક્ષણ તેઓએ પોતાની માતાશ્રી પાસેથી શીખી છે. કોઈ વસ્તુ જે ખોટી હોય તો તેમના માતાએ વિરોધ નોંધાવ્યો છે.
ત્રીજા આદર્શ તેમના પિતાજી છે. આ બાબતે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલા મોટો બને પણ જમીની સ્તર પર જોડાયેલા રહેવુ. તેમના બહેન છે તેમણે પણ તેમને હંમેશા પોતાના બાળકની જેમ રાખ્યા છે.
સમાજ માટે સંદેશ
સમાજ માટે જો કાંઈ કહેવામાં આવે તો આ વિષય પર તેમનો પોતાનો અભિપ્રાય એવો છે કે ભારત એક એવો દેશ છે જ્યાં અનેક પ્રકારની સંસ્કૃતિઓ વસે છે પણ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વેસ્ટર્ન સંસ્કૃતિનું અનુકરણ વધી ગયુ છે અને વધી રહ્યું છે. આ વસ્તુના કારણે આપણે તમામ લોકો આપડી પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. જે ના થવુ જોઈએ. આપણે સૌ કોઈએ પોતાની સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ. આ બાબતે કોઈ અન્ય કલ્ચરનો વિરોધ નથી પણ ક્યારેય એવુ પણ ન કરવુ જોઈએ જેમાં આપણે પોતાની સંસ્કૃતિ ભૂલી જઈએ. જે પોતાનું કલ્ચર ભૂલીને અન્ય કલ્ચર અપનાવે છે કે એના તરફ આકર્ષાય છે તે વ્યક્તિનું ક્યારેય એક કલ્ચર રહેતું નથી.
પ્રોફેશર તરીકે ભણતરને લઈને પોતાનો અભિપ્રાય
હાલના સમયમાં જે એજ્યુકેશનનો આધાર છે તેને વધારે મજબૂત બનાવવો જોઈએ. તમામ જગ્યાએ લોકો પ્રેક્ટિકલ બનવા અને ભણાવવા જઈ રહ્યા છે. આ બાબતે તેઓ માની રહ્યા છે કે જ્યાં સુધી આધાર કે ફાઉન્ડેશન મજબૂત નહી હોય ત્યાં સુધી પ્રેક્ટિકલ સફળ થઈ શકે નહી. જો કોલેજ તથા ઈન્સ્ટિટ્યુટ દ્વારા જ પ્રેક્ટિકલ વસ્તુઓને વધારે પ્રમાણમાં શીખવાડવામાં આવવા લાગશે તો ઈન્ડસ્ટ્રિ અને કોલેજ- ઈન્સ્ટિટ્યુટમાં શું ફરક રહી જશે. એકેડમિક વિભાગની એ જવાબદારી છે કે તે એવો વ્યક્તિ ઈન્ડસ્ટ્રિ માટે બનાવીને આપે જે આગળ જતા સારૂ કામ કરી શકશે.
આ બાબતે ઉદાહરણ સમજાવતા કહ્યું કે જે એન્જિનિયર ને મેથ્સ, ફિઝીક્સ અને કેમેસ્ટ્રિ વિશે નથી ખબર તો તે કેવા પ્રકારની પ્રોડક્ટ બનાવશે અને તે સમાજને કેવી રીતે મદદ કરશે.
પ્રેક્ટિકલની સાથે સાથે થિયેરીની પણ એટલી જ જરૂર છે. લોકોને ઈન્ટરનેટ પર તમામ પ્રકારની માહિતી મળી જતા તેઓની ચર્ચા કરવાની તાકાત ઓછી થઈ રહી છે. વાંચવાની આદત જઈ રહી છે અને તમામ વસ્તુ માટે ગુગલ પર જઈ રહ્યા છે. ઓનલાઈન ડેટા કે માહિતી મેળવવી ખોટી વાત નથી પરંતુ તેને લઈને ચોક્સાઈ પણ હોવી જોઈએ. નેટ પર લખેલુ બધુ સાચુ છે એવુ હોતું નથી.
કોલેજ- ઈન્સ્ટિટ્યુટમાં પ્રેક્ટિકલ વસ્તુઓ શીખવાડે તે પહેલા તેમની પાસે પણ ફાઉન્ડેશન બેઝ મજબૂત અને ક્લિયર હોવો જોઈએ. આ બાબતે ઈન્ડસ્ટ્રિ પણ કહી રહી છે કે વિદ્યાર્થીઓ જે ઈન્ડસ્ટ્રિમાં નવા છે તેમને સામાન્ય વસ્તુઓ શીખવાડવાનો સમય નથી. અને આ પ્રકારની વાત ચાલતી રહી તો આગામી સમયમાં થિયેરી બંધ થઈ જશે. કોઈ નવુ સંશોધન કે રિસર્ચ થશે નહી.
શિક્ષણને લઈને જાણવા જેવી વાત
એકેડમિક અને ઈન્ડસ્ટ્રિનું લિંકેજ હોવું જોઈએ. આપડા દેશમાં જે થિયેરી મોડલને ભણવામાં આવે છે તે વધારે પડતું અન્ય દેશો ખાસ કરીને તે અમેરિકા, બ્રિટન, જર્મની અને જાપાનના છે. ત્યાંની કંપનીઓએ આ ઈન્ડસ્ટ્રિ લેવલ પર અનેક પ્રયોગો કર્યા અને પછી તેના આધારે થિયેરી બનાવવામાં આવી.
દેશમાં સાયન્સ, મેડિકલ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે પણ અન્ય ક્ષેત્ર એવી રીતે મીડિયા ક્ષેત્રમાં પણ સુધારા વધારા થવા જોઈએ કેમ કે આ ફિલ્ડ છે તેમાં સતત દરેક વસ્તુઓ બદલાતી રહે છે. તેથી રિસર્ચ બેઝ પરિવર્તન આવે તો તે સારું કહેવાય.