શ્રીલંકા પ્રવાસઃ સૂર્યાકુમારે બનાવ્યો વિશેષ રેકોર્ડ, ડેબ્યૂ વન ડે સીરિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી
દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમે 3-2થી વન-ડે સીરિઝ જીતી લીધી છે. તેમજ આગામી દિવસોમાં ટી-20 સીરિઝ રમાશે. જો કે, વન-ડે સીરિઝમાં સૂર્યકુમાર યાદવે પોતાના પ્રદર્શનથી ટીમમાં સ્થાન મજબુત બનાવ્યું છે. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન બાદ સૌથી વધારે રન તેને સીરિઝમાં કર્યાં છે. એટલું જ ડેબ્યુ વન-ડે સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંગી થઈ હતી. આમ યાદવે અનોખો રોકોર્ડ બનાવ્યો છે. અગાઉ ચાર ભારતીય ખેલાડીઓએ ડેબ્યુ વન-ડેમાં આ ટાઈટલ જીત્યું હતું.
ભારતની એક ક્રિકેટ ટીમ કેપ્ટન શીખર ધવન અને કોચ રાહુલ દ્રવીડની આગેવાનીમાં શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા સામેની વન-ડે સીરિઝમાં ભારતનો 2-1થી વિજય થયો છે. જો કે, આ સીરિઝમાં એક-બે નહીં પરંતુ સાત ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે. તેમજ ભારતની જીતમાં આ ખેલાડીઓની વિશેષ ભૂમિકા રહી છે. જેમાં સૂર્યાકુમાર યાદવની ભૂમિકા મહત્વની રહી છે. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે. કેપ્ટન શિખર ધવનના 128 રન પછી ભારત તરફથી સૌથી વધારે 124 રન બનાવ્યાં હતા. આ સિરીઝમાં સૂર્યકુમારે 62ની સરેરાશ સાથે 124 રન કર્યાં હતા. તેમજ તેનો સ્ટાઈક રેટ પણ 122થી વધારે હતો. એટલું જ નહીં ડેબ્યુ વન-ડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદગી પામનારો સૂર્યકુમાર ભારતનો પાંચમો ખેલાડી બન્યો છે. શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનના કારણે જ સૂર્યકુમાર યાદવની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(Photo: BCCI)