મહારાષ્ટ્રમાં પૂરથી સ્થિતિ બની ગંભીર: 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
- મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ
- ભારે વરસાદ બાદ લોકોની તકલીફ વધી
- 2 લાખ લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર
મુંબઈ :મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે એવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અવિરત વરસાદ અને નદીઓના પૂરને કારણે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને બચાવી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સીએમ ઓફિસએ કહ્યું છે કે રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 2 લાખ 30 હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વરસાદ અને પૂરને કારણે 875 ગામો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓની સમીક્ષા મનુષ્ય તેમજ પ્રાણીઓ પર પૂરની અસર જોવા મળી છે. અત્યાર સુધીમાં 3 હજાર 248 પશુઓને પણ બચાવી લેવામાં આવ્યા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.
જો વાત કરવામાં આવે લોકોની તો અત્યાર સુધીમાં પૂર અને ભારે વરસાદના કારણે 50 લોકો ઘાયલ થયા છે તે જ સમયે, આ દુર્ઘટનાને કારણે 149 લોકોનાં મોત નીપજ્યાં છે. 100 લોકો ગુમ છે. જો કે મહારાષ્ટ્રમાં માંડમાંડ કોરોનાનું સંક્રમણ ઓછું થયું હતું, ત્યારે આ વધુ એક કુદરતી આફત મહારાષ્ટ્રના લોકો માટે ચિંતાજનક બની છે.