સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નર્મદા ડેમની સપાટી 116.32 મીટરને વટાવી ગઈ
અમદાવાદઃ ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીના જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદાના ઉપરવાસમાંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી સોમવારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલું રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 116.32 મીટરને વટાવી ગઈ છે.
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે, મધ્યપ્રદેશમાં ઈન્દિરા સાગરમાંથી પાણી છોડાતા તેમજ નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. ઉપરવાસ માંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી સોમવાર 26 જુલાઈએ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલું રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.
ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ માં નવા નીર આવ્યાં છે. ઉપરવાસ માંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલું રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની જળસપાટી 116.32 મીટરે પહોચી છે.સરદાર સરોવર નર્મદા ડેમ ની જળસપાટીમાં 24 કલાકમાં 23 સેમીનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક રહેશે તો ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોચી શકે છે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.