બ્લેક મોતી સહીતના આ એન્કલેટ તમારા પગની વધારે છે સુંદરતા, આજકાલ ચાલી રહ્યો છે આ ટ્રેન્ડ
- ચાંદીની પાયલ યુવતીઓના પગનો દેખાવ વધારે ચે
- પગને સુંદર બનાવવા આજકાલ બ્લેક મોતી વાળી પાયલનો ક્રેઝ
ઘરેણાને સ્ત્રીઓની શોભા માનવામાં આવે છે, જેમાં નાકની નથથી લઈને પગની પાયલ સુધીના ઘરેણાઓ સ્ત્રીઓની સુંદરતામાં ઓર વધારો કરે છે, કહેવાય છે કે શૃંગાર વિના સ્ત્રી અઘુરી છે,વાત કરીયે પગને સુંદર અને આકર્ષશક બનાવવાની ,તો આજકાલ આપણે આપણા પગને સુંદર અને આકર્ષક બનાવવા માટે નેીલ પેન્ટથી લઈને અવનવી ફેશન અપનાવીએ છે, તેમાં એક છે પગમાં પહેરવાની પાયલ, પાયલ યુવતીઓના પગને જરા હટકે લૂક આપવામાં મદદ કરે છે.
પાયલ પહેરીને યુવતીઓને એક અલગ આત્મવિશ્વાસ પ્રાપ્ત થયા છે, વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ ચાંદીની પાયલ સ્ત્રીઓ માટે ખાસ ગણાવામાં આવે છે,જો કે બદલાતી ફેશન અને બદલતા દા.કાઓ સાથે હવે યુવતીઓ ચાંદીમાં બ્લેક મોતી વાળી સહીત અવનવા કલરના મોતી વાળી પાયલની પસંદગી કરે છે, આ પાયલ દેખાવમાં પાતળી હોય છે ,જે પગમાં પહેરતા જ પગની સુંદરતા વધારે છે.
ઘણી યુવતીઓને એક પગમાં બ્લેક મોતી વાળી પાયલ કે પછી બ્લેક દોરો પહેરવાનો શોખ હોય છે, આ બ્લકે દોરો પહેરવાના શોખે હવે યુવતીઓ એક પાયલ પહેરવા તરફ પણ આકર્ષાઈ રહી છે.જેમાં પાતળી ચેઈન જેવી પાયલ તેમાં બ્લેક મોતી આ પ્રકારનો ક્રેઝ કોલેજ કરતી યુવતીઓમાં વધુ જોવા મળએ છે, જ્યારે પરણીત સ્ત્રીઓ ખાસ કરીને ચાંદીની પાયલ પહેરે છે.
પરણીત સ્ત્રીઓ ચાંદીની ઘુઘરી વાળી, ચાંદીની પાયલમાં ડાયમન્ડ વાળી,ચાંદીની પાયલમાં નાના નાના ઝુમખા વાળી આ સાથે જ એક સરે વાળી, 2 થી 6 સેર વાળઈ પા.લ પહેરવાનું સપંદ કરે છે, પરણીત મહિલાઓ મોટો ભાગે જાડી પાયલ પહેરે છે.