1. Home
  2. ગુજરાતી
  3. તંલગાણાઃ હેરિટેજમાં સ્થાન પામનાર રામપ્પા મંદિર આવા પથ્થરને કારણે 900 વર્ષ બાદ પણ અડીખમ
તંલગાણાઃ હેરિટેજમાં સ્થાન પામનાર રામપ્પા મંદિર આવા પથ્થરને કારણે 900 વર્ષ બાદ પણ અડીખમ

તંલગાણાઃ હેરિટેજમાં સ્થાન પામનાર રામપ્પા મંદિર આવા પથ્થરને કારણે 900 વર્ષ બાદ પણ અડીખમ

0
Social Share

દિલ્હીઃ તેલંગાણાના ભવ્ય રામપ્પા મંદિરને યુનેસ્કોએ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું છે. આ મંદિર 900 વર્ષ પહેલા રામપ્પા નામના શિલ્પીએ બનાવ્યું હતું. જેથી મંદિરને રામપ્પા તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં તેમણે 40 વર્ષમાં આ મંદિર તૈયાર કર્યું હતું. આ મંદિરમાં વજનમાં હલકા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આજે પણ મંદિર અડીખમ છે. જો કે, આવા પથ્થર દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ નથી, તો રામપ્પા આ પથ્થર ક્યાંથી લાગ્યાં તે અંગે વૈજ્ઞાનિકો પણ તપાસ કરી રહ્યાં છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મને બતાવતા ખુશી થાય છે કે યુનેસ્કોએ તેલંગાણાના વારંગલના પાલમપેટ સ્થિત રામપ્પા મંદિરને સ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા મળી છે. આ બાદ તેલંગાણાનું પોરાણિક મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે યુનેસ્કોના નિર્ણયને આવકાર્યો છે. તેમજ યુનેસ્કોના સભ્ય દેશો, કેન્દ્ર સરકાર વગેરેનો આભાર માન્યો હતો. દેશમાં લોકોમાં આ મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં એવી વિશેષતા છે કે યુનેસ્કોએ તેને વિરાસત અને ધરોહરની યાદીમાં સામેલ કર્યું છે.

તેલંગાણાના મુલુગુ જિલ્લામાં લગભગ 900 વર્ષ જુનું રામપ્પા મંદિર છે. આ મંદિરના ગર્ભગૃહમાં રુદ્રાવતાર શિવ બિરાજમાન છે જેથી તેને રૂદ્રેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે અને ભગવાન શ્રી રામના આરાધ્ય હોવાને કારણે તેને રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરને રામપ્પા મંદિર કહેવા પાછળ પણ માન્યતા છે. રેશ્વર મંદિરનું નિર્માણ 1213માં કાકતીય સામ્રાજ્યના શાસનમાં થયું હતું. આ મંદિર રેચારલા રૂદ્રએ બનાવ્યું હતું. જે રાજા ગણપતિ દેવના સેનાપતિ હતા. ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં અધિષ્ઠાતા દેવતા રામલિંગેશ્વર સ્વામી છે. આ મંદિરને અમર બનાવવાનું કામ શિલ્પીએ કર્યું છે.

આ મંદિરના શિલ્પીનું નામ રામપ્પા હતું. કાકતીય રાજા ગણપતિ દેવ અને સેનાપતિની ઇચ્છા હતી કે, ભગવાન રૂદ્રનું અહીં એવું મંદિર હોય જે રાજ્યની રક્ષાનું સંકલ્પ બને અને સદીયો સુધી તેની મજબુતી યથાવત રહે. અનેક શિલ્પી આવ્યાં અને વિવિધ યોજનાઓ લાગ્યાં પરંતુ મંદિર નિર્માણનું કામ આગળ ના વધ્યું. દરમિયાન એક દિવસ રામપ્પા નામના શિલ્પી દરબારમાં પહોંચ્યાં હતા. તેમણે સેનાપતિને મંદિર નિર્માણનો ભરોસો આપીને મન અનુસાર મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો. ઈતિહાસકારોના મતે રામપ્પા શિલ્પીએ લગભગ 40 વર્ષ સુધી મંદિરનું નિર્માણ કર્યું હતું.

સંસ્કૃતિ મંત્રાવયના જણાવ્યા અનુસાર કાકતિયોએ મંદિર પરિસરમાં વિશિષ્ટ શૈલી, ટેકનીક અને સજાવટ કાકતીય મૂર્તિકલાના પ્રભાવને દર્શાવે છે. રામપ્પા મંદિર તેની જ અભિવ્યક્તિ છે અને કાકતિયોની રચનાત્મક પ્રતિભાનું પ્રમાણ દર્શાવે છે. પુરોપીય વેપારીઓ અને યાત્રીઓ મંદિરની સુંદરતાથી મંત્રમુગ્ઘ થયા હતા. દરમિયાન એક યાત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દક્કનના મધ્યયુગીન મંદિરોમાં આકાશગંગામાં સૌથી ચમકતો તારો છે.

મંદિરની મજબુતીને લઈને જાણવા માટે અનેક તજજ્ઞોએ પ્રયાસો કર્યાં હતા. દરમિયાન મંદિરના એક પથ્થરનો ટુકડો કરી તપાસ કરી તો માલુમ પડ્યું કે પથ્થર વજનમાં હલકો છે. એટલું જ નહીં પથ્થરનો ટુકડો પાણીમાં તરયો હતો. જેથી તજજ્ઞો પણ ચોંકી ઉઠ્યાં હતા. અહીં આર્કિમિડિઝના સિદ્ધાંત પણ ખોટા સાબિત થયાં છે. જ્યારે મંદિરની મજબુતીનું રહસ્ય સામે આવ્યું કે, મોટાભાગના મંદિરો પથ્થરના વજનથી ધરાશાયી થયાં હતા. પરંતુ રામપ્પા મંદિરના પથ્થર  વજનમાં હલકા હોવાથી આજે પણ મંદિર અડીખમ છે. જો કે, વૈજ્ઞાનિકોને હજુ ખ્યાલ નથી આવ્યો કે રામપ્પા આ પથ્થર ક્યાંથી લાવ્યાં હતા. આ પ્રકારના પથ્થર ક્યાં ઉપલબ્ધ નથી. હવે વૈજ્ઞાનિકો આ પથ્થરને લઈને તપાસ કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code