ચોમાસામાં હેલ્ધી રહેવા ફાસ્ટ ફૂડને બદલે આ હેલ્ધી ખોરાકનું સેવન કરો – નહી તો સ્વાસ્થ્ય થશે ખરાબ
- ટોમાસામાં તળેલો ખોરાક ટાળવો જોઈએ
- બહારનું ભોજન આરોગ્યને કરે છે નુકાશન
- બને ત્યા સુધી ઘરે દરરોજ મગનું પાણી પીવાની આદત રાખો
- દરરોજ સવારે કારેલાનું જ્યુંસ પીવાનું રાખો
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસતા વરસાદમાં પકરોડો,ભજીયા ખાવાનું કોને ન ગમે ,પરંતુ વરસાદની ઋતુમાં આ પ્રકારનો ઓઈલી તેમજ ખાસ કરીને બહાર મળતો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, આ પ્રકારનો ખોરાક તમારા આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.કારણ કે ચોમાસામાં ભેજ વાળું વાતાવરણ હોય છે.જેને કારણે હવામાનમાં અચાનક પરિવર્તનને કારણે બેક્ટેરિયા, વાયરસને લીધે તાવ, શરદી, ઉધરસ, ડાયરિયા, ન્યુમોનિયા વગેરે જેવા રોગો થઈ શકે છે.
જો તમે આ રોગોથી બચવા ઈચ્છો છો તો ઘરે બનાવેલ સાદો ખોરાક લેવાનું પસંદ કરો, કારણ કે બહારનું આરોગતા તેમાં ગંદા પાણીનો સંચય પણ કોલેરા, ટાઇફોઇડ ફીવર, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ત્યારે આજે વાત કરીશું કે ચોમાસામાં કેવો ખોરાક લેવો જોઈએ.
ડાયફ્રૂટઃ-
આ ઋતુમાં ડ્રાયફ્રુટ બેસ્ટ ઓપ્શન છે, જે આરોગ્યને નુકશાન નથી કરતું, તેમાં સ્વાદની સાથે સાથે આરોગ્ય તંદુરસ્તીનો ખજાનો પણ છે.આ રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત, તે પ્રોટીન, ફાઇબર, વિટામિન, ખનિજો જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે એટલું જ નહીં, તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી પણ ડાયાબિટીઝ, કેન્સર, હૃદયરોગ જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકે છે.
ગ્રીન ટી અને ઉકાળોઃ-
ચોમાસાની ઋતુમાં ખાસ શરદી અને ખાસીની સમસ્યા રહેતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં હર્બલ ટી બેસ્ટ ઓપ્શન છે,જે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જેના સેવનથી તમે અનેક રોગો સામે રક્ષણ મેળવી શકો છો.હર્બલ ટીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. હર્બલ ટીમાં હાજર આ અસર બેક્ટેરિયા અને તેનાથી થતા ચેપ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે. વરસાદમાં ગ્રીન ટીનું સેવન પણ ફાયદાકારક હોઈ શકે છે.
બાફેલા મગનું પાણીઃ- મગ આરોગ્ય માટે ફાયદા કારક છે.જ્યારે વરસાદની ઋતુમાં બાફેલા મગનું પાણી વઘુ ગુણકારી સાબિત થાય છે, શરીરમાં ઈમ્યુનિટી સિટ્રોંગ બનાવાની સાથએ સાથએ મગનું પાણી તમને થતી અનેક બીમારીને અટકાવે છે.આ સાથે જ પેટ સાફ રહે છે, પગ તેમજ શરીરના દુખાવાને પણ દૂર કરે છે.
સિઝનલ ફળોઃ-
ચોમાસામાં આવતા ફળો જેમાં નાસપતિ, લીલા ખજૂર, દાડમ અને સફરજનનું સેવન ખૂબજ ગુણકારી હોય છે, જે આપણા શરીરની ઈમ્યુનિટી તો મજબૂત બનાવે જ છે સાથે સમગ્ર દિવસ દરમિયાનની એનર્જી પણ પુરી પાડે છે, બીમારીઓમાં રાહત પણ આપે છે.તેથી આ ઋતુમાં ફળોનું સેવન કરવું જોઈએ
ફણગાવેલા કઠોળઃ-
ચોમાસામાં ફણગાવેલા મગ,ચણા,મઠ,સોયાબીન ,વાલ જેવા કઠોળનું સેવન ફાયદા કારક છે,તે શરીરને નુકશાન થતું અટકાવે છે,તેમાં વિટામિન, ખનિજો, ફાઇબર, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ફોલેટ અને વિટામિન કે જેવા વિવિધ પોષક તત્વો હોય છે. બ્આ સાથે જ તચેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ, લોહી અને હાડકાંના આરોગ્યને સુધારવામાં મદદરૂપ થાય છે.