ચીન સામેના પડકારમાં ભારતની તાકાત થઈ બમણીઃ વાયુસેનાની 101 સ્ક્વોડ્રનમાં લડાકૂ વિમાન રાફેલ તૈનાત
- વાયુસેનાની 101 સ્ક્વોડ્રનનો સમાવેશ કરાયો
- ચીન સાથેની લડતમાં ભારતનું મજબૂત પગલું
દિલ્હીઃ દેશમાં છેલ્લા ઘણા સમયછી ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે જેને પગલે વાયુસેના પોતાને દરેક મોર્ચે સજ્જ કરી રહી છે,ચીન સામેના પરડકારોને પહોંચી વળવા બનતા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.જે હેઠળ ફ્રાંસ સાથે રાફેલ વિમાનના કરાર ભઆરકને મળેલા રાફેલ વિમાનોએ ભારતીય સેનાની તાકાત વધારી છે.
રાફેલ એરક્રાફ્ટ બે એન્જિનોથી સજ્જ બહુઉદ્દેશીય લડાકુ વિમાન છે અને પરમાણું આયુધનો ઉપયોગ કરવામાં પણ સક્ષમ છે. તે હવાથી હવામાં અને હવાથી જમીન પર વાર કરવાની ક્ષમતા ધરાવે છે,જેનું નિર્માણ ફ્રાંસની કંપની દસાલ્ટ એવિએશન દ્રારા કરવામાં આવ્યું છે.
ત્યારે વાયુસેના એ હવે લડાકુ વિમાન રાફેલ તેની પૂર્વ કમાન 101 સ્ક્વાડ્રનમાં બુધવારના અધિકારિક રીતે તૈનાત કર્યા છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદોરીયાની ઉરપસ્થિતિમાં પશ્ચિમ બંગાળના હાસિમારા એર ફોર્સસ સ્ટેશન પર રાફેલને પૂર્વી કમાનને સોંપવામાં આવ્યા હતા.
આ બાબતે ભદૌરીયાએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પૂર્વી ભાગમાં મજબૂતી આપવા ખાસ રણનિતી હેઠળ રાફેલને તૈનાત કરવામાં આવ્યા છે, પૂર્વી કમાન વાયુસેનાની બીજી કમાન છે જેમાં રાફેલ તૈનાત છે. આ પહેલા ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં રાફેલને 17 ગોલ્ડન એરોજ સ્ક્વાડ્રન માં તૈનાત કરવામાં આવ્યા હતા.
આ ત્રણેય રાફેલ લડાકુ વિમાનોનો એક જથ્થો ગયા અઠવાડિયે ભારત પહોંચ્યો હતો. 8 હજાર કિલોમીટરની હવાઈ મુસાફરીની કરીને રાફેલ ભારત આવી પરહોચ્યા હતા, આ વિમાનો ભારત પહોંચતાની સાથે ભારતીય એરફઓર્સની તાકાત બમણી થઈ છે, આ વિમાન ફ્રાંસથી ઉપડ્યા બાદ કોઈ પણ સ્થળે વિરામ લીધા વિના જ સીધા ભારત આવી પહોચ્યા હતા, આ વિમાનને હવામાં જ યૂએઈ વાયુસેના દ્રારા ઈંધણ ની આપુર્તિ કરી આપવામાં આવી હતી.