ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા
- લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા
- દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો
- એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો
દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ ચૂકી છે.
કોરોના કેસ અંગે કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન દેશમાં કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને રાજ્યસભાને માહિતી આપી હતી કે, ભારતે અત્યાર સુધીમાં સ્પુતનિક કમ્પોનન્ટ 1 રસીના 31.5 લાખ યુનિટ અને સ્પુતનિક કમ્પોનન્ટ 2 રસીના 4.5 લાખ યુનિટની આયાત કરી છે.
તેમણે કહ્યું કે,કોવિડ મહામારીની બીજી લહેરના સંકટ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાય એકતા અને ચોક્કસ દવાઓ અને ઉપકરણો માટેની સહાયની દરખાસ્તો સાથે આગળ આવ્યો જે આપણા ઘરેલું ઉત્પાદનમાં સુધારણા થાય ત્યાં સુધી તુરંત આપણા દેશમાં ઉપલબ્ધ ન હતી.