1. Home
  2. ગુજરાતી
  3. ભાજપના જ્ઞાન દિવસ સામે કોંગ્રેસે શિક્ષણ બચાવોના નારા સાથે વિરોધ કર્યો
ભાજપના જ્ઞાન દિવસ સામે કોંગ્રેસે શિક્ષણ બચાવોના નારા સાથે વિરોધ કર્યો

ભાજપના જ્ઞાન દિવસ સામે કોંગ્રેસે શિક્ષણ બચાવોના નારા સાથે વિરોધ કર્યો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં આજે તા. 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી  ઉજવણી કરાશે. આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણના કારણે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ‘શિક્ષણ બચાવો’ નામનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ એલ. ડી. કોલેજ પાસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને અન્ય આગેવાનો તથા કાર્યકરો દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં NSUIના કાર્યકરો દ્વારા રસ્તા પર બેસીને સૂત્રોચાર અને નારા લગાવવામાં આવ્યા હતા. જેમની પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખાનગીકરણને પોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળા કોલેજોનું નેટવર્ક હતું તે નેટવર્ક બંધ કરવાનું ષડયંત્ર ચાલે છે. સરકાર કોઈની વાત નથી સાંભળતી. નથી શિક્ષકો કે ઓરડા. ટાટની પરીક્ષા પાસ કરેલા લોકો ફરી રહ્યા છે. સરકાર ભરતી નથી કરતી. પ્રવેશ ઉત્સવના તાયફા કરાઈ રહ્યા છે. બીજી બાજુ ખાનગીકરણમાં પોતાના માનીતા લોકોને લ્હાણી કરવામાં આવે છે. કોરોનામાં આર્થિક મંદીમાં પણ શિક્ષણના નામે લૂંટ ચલાવાઈ રહી છે. વાલીઓ ચિંતામાં છે અને સરકાર ફી ઘટાડવાનું નામ નથી લઈ રહી. સરકાર શરમ કરવાના બદલે લ્હાણી કરી રહી છે. વિજય રૂપાણીને બદલવાના હોય એટલે કદાચ ઉજવણી કરવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘શાસન તો 25 વર્ષથી ચાલે છે. શું 5 વર્ષમાં જ વિજયભાઈના સમયમાં કામ થયું છે તેની ઉજવણી કરવા માગો છો. શું આનંદી બેન કે અગાઉ નરેન્દ્રભાઈના વખતમાં કામ નથી થયું એવું સાબિત કરવા માંગો છો. કે હવે આપણે વિજયભાઈને ઉજવણી સાથે માન સન્માનથી વિદાય કરવાનો પ્રસંગ છે એ તો એમની પાર્ટીનો વિષય છે. બીજી તરફ રાજકોટમાં પણ કોંગ્રેસના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે યુથ કોંગ્રેસ અને NSUI ના આગેવાનો, મહિલા અધ્યક્ષ સહિત 10થી વધુ લોકોની યુનિવર્સિટી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code