અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બેલ બોટમ’નું ટ્રેલર રિલીઝઃ લારા દત્તા આબેહૂબ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંઘીના રોલમાં
- ફિલ્મ ‘બેલ બોટમ’નું ટ્રેલર રિલીઝ
- લારા દત્તાને ઈન્દિરા ગાંઘીના રોલમાં ઓળખવ મુશ્કલે
- અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ બેલબોટમ
મુંબઈઃ બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બેલબોટમ’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. પ્લેન હાઇજેકની સાચી ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત લારા દત્તા, વાણી કપૂર અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ કલાકારોની ઝલક આ રિલીઝ થયેલા ટ્રેલરમાં જોવા મળી છે.
Really ? I watched trailer 2 times and I knew right now on twitter that #Indiragandhi's role is done by @LaraDutta mam. I want to to know who is make up artist? Its completely unbelievable .@akshaykumar#BellBottom#LaraDutta#BellBottomTrailer pic.twitter.com/BOxo5Y3hl6
— आशुतोष त्रिपाठी (@Ashuk2431) August 3, 2021
આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ ગમ્યું છે તેમ કહી શકાય, પરંતુ ટ્રેલરમાં લારા દત્તાનું પરિવર્તન લોકોને આશ્ચર્યચકિત કરનારું જોવા મળે છે. ટ્રેલરમાં લારાને ઓળખવું મુશ્કેલ બન્યું. પહેલી જનરમાં કોી પમ કહી ન શકે કે ઈન્દિરા ગાંઘીના રોલમાં લારા દત્તા છે, તેનો લૂક તદ્દન બદલાયેલો જોવા મળ્યો છે.
આ ફિલ્મમાં લારા દત્તાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. લારાએ આ ભૂમિકા નિભાવવા માટે ઘણી મહેનત કરી છે. આ ભૂમિકા માટે લારાએ પ્રોસ્થેટિક્સ મેક-અપનો આશરો લીધો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ લારા અને તેના મેક-અપ આર્ટિસ્ટની સોશિયલ મીડિયા પર ખૂબ જ તારીફ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે લારા ઈન્દિરા ગાંધીના રૂપમાં પરફેક્ટ દેખાતી હતી. તેણે પોતાની શૈલી અને સ્વરૂપ બરાબર અપનાવ્યું છે.
ફિલ્મમાં અક્ષય કુમારે એક ગુપ્ત અધિકારીની ભૂમિકા ભજવી છે જેની નિમણૂંક ભારત સરકાર દ્વારા ચાર કિટનેપર્સ પાસેથી 240 મુસાફરોને છોડાવવા માટે કરવામાં આવી છે.
ફિલ્મ ‘બેલ બોટમ’ કોરોના મહામારીપછી થિયેટરોમાં રિલીઝ થનારી પહેલી મોટી બજેટની ફિલ્મ હશે. આ ફિલ્મ 3D માં પણ રજૂ થવાની છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી અને નિખિલ અડવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને રણજિત તિવારી દ્વારા ફિલ્મ નિર્દેશિત કરાઈ છે.