1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓને તેમની મિલ્કતો રજુ કરવા કમિશનરનો આદેશ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓને તેમની મિલ્કતો રજુ કરવા કમિશનરનો આદેશ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓને તેમની મિલ્કતો રજુ કરવા કમિશનરનો આદેશ

0
Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ. કમિશનર દ્વારા સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. કારણ કે હવે મ્યુનિ. કમિશનરે સરકારી અધિકારીઓને તેમની જંગમ મિલકતોની માહિતી આપવા માટેનો આદેશ આપ્યો છે. જો અધિકારી નિયત સમય અનુસાર તેમની મિલકતની માહિતી નહીં આપે તો તેની સામે કાયદા અનુસાર કાર્યવાહી પણ કરવાની તાકીદ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી અને અર્ધ સરકારી અધિકારીઓએ સમયાંતરે તેમની મિલકતની માહિતી સરકારને આપવાની હોય છે પરંતુ ઘણા અધિકારીઓ બરાબર રીતે આ નિયમનું પાલન કરતા નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ પણ તેમની સ્થાવર અને જંગમ મિલ્કતોની માહિતી આપતા નહોવાનું મ્યુનિ. કમિશનર ધ્યાને આવતા તેમને તાત્કાલિક અધિકારીઓને તેમની જંગમ મિલકતની માહિતી પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફરજ બજાવતા વર્ગ 1 અને 2ના અધિકારી અને કર્મચારીઓએ 20 ઓગસ્ટ સુધીમાં તેમની મિલકત બાબતેની માહિતી આપવી પડશે અને જે અધિકારી કમિશનરના આદેશ બાદ પણ તેની મિલકતની માહિતી પૂરી નહીં પાડે તે અધિકારીઓ સામે નિયમ મુજબની કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ગુજરાત સેવા નિમણૂક નિયમ 1971 અનુસાર અધિકારીઓના નામે અને તેમના પરિવારજનોના નામે કેટલી મિલકત છે તેની માહિતી દર વર્ષે રજુ કરવાની હોય છે પરંતુ કેટલાક અધિકારીઓ આ માહિતી દર વર્ષે રજૂ કરતા નથી અથવા સરકારી અધિકારી અમુક જ મિલકતો દર્શાવે છે. આ ઉપરાંત સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-1 થી લઈને વર્ગ-4 સુધીના કર્મચારીઓની કેટલી ભેટ સોગાત લેવી તે બાબતેનો પણ ઉલ્લેખ આ નિયમોમાં કરવામાં આવ્યો છે.જો કર્મચારીને આ નિયમ કરતા વધારે રકમની ભેટ સોગાત લેવી હોય તો સરકારની મંજુરી લેવી પડે છે. મહત્ત્વની વાત છે કે, સરકારી અધિકારીઓ ક્યારેક લાંચ લેતા પકડાય છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમના ઘરે અને અન્ય જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. તે સમયે આ સરકારી અધિકારીઓ પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવે છે બસ આ જ કારણને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા અધિકારીઓ પાસેથી મિલકતની માહિતી લેવામાં આવે છે પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ તેમની મિલકતની માહિતી રજૂ ન કરી હોવાથી અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આવા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે અને 20 ઓગસ્ટ સુધીમાં તેમને મિલકતની માહિતી રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code