1. Home
  2. ગુજરાતી
  3. લગ્નમાં કન્યાના નહીં પરંતુ વીડિયોગ્રાફરની આંખોમાં આવ્યા આંસુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
લગ્નમાં કન્યાના નહીં પરંતુ વીડિયોગ્રાફરની આંખોમાં આવ્યા આંસુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લગ્નમાં કન્યાના નહીં પરંતુ વીડિયોગ્રાફરની આંખોમાં આવ્યા આંસુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

0
Social Share

દિલ્હીઃ લગ્ન પ્રસંગ્રમાં સારા અને ખરાબ અનુભવ થાય છે. જેમાં ખુશી અને નારાજગી સહિતના દ્રશ્યો જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો પોતાના ભૂતકાળને કારણે લગ્નમાં ઉદાસ રહેતા હોય છે. લગ્નપ્રસંગ્રમાં તમામ રીત-રીવાજને કેમેરામાં કંડારવા માટે વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફરને બોલાવામાં આવે છે. જે લગ્નની તમામ સુંદર યાદોને રેકોર્ડ કરે છે. સોશિયલ મીડિયા ઉપર હાલ એક લગ્નનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કન્યા અને વરરાજા નજર નથી આવતા પરંતુ માત્ર વીડિયોગ્રાફર જોવા મળે છે. એટલું જ નહીં વીડિયોગ્રાફર પોતાની આંખમાં આવેલા આંસુ લુછીને હસતા ચહેરે વીડિયોગ્રાફી કરતો જોવા મળે છે.

http://www.instagram.com/reel/CSPRr5lFLIP/?utm_source=ig_embed&ig_rid=98cbbc12-d56a-4801-a381-c60cf941de31

સોશિયલ મીડિયા ઉપર હાલ આ વીડિયો જોરદાર વાયરલ થયો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ ઉપર નિરંજન મહાપાત્રા નામની વ્યક્તિએ રીલ્સમાં આ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા ઉપર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝર્સએ હિન્દી ફિલ્મનું ગીતની લાઈન ‘અચ્છા સિલા દીયા તુને મેરે પ્યાર કા’ લખી છે. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, આ વીડિયો અનેકવાર જોયો અને હજુ પણ જોવાની ઈચ્છા થાય છે. કેટલાક યુઝર્સે વીડિયોગ્રાફરને બાપડો-બિચારો કહ્યો હતો. એટલું જ નહીં એક યુઝર્સે લખ્યું છે કે, પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડના લગ્નની ફોટોગ્રાફી કરી રહ્યો હશે જેથી આ કારણે જ દુઃખી હશે. આ વીડિયોમાં વીડિયોગ્રાફરની ઉદાસીનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code