1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આવતી કાલે પીએમ-કિસાનનો આગામી હપ્તો બહાર પાડશે, આ લાભ દેશના 9.75 કરોડ પરિવારને મળશે
પીએમ મોદી આવતી કાલે પીએમ-કિસાનનો આગામી હપ્તો બહાર પાડશે, આ લાભ દેશના 9.75 કરોડ પરિવારને મળશે

પીએમ મોદી આવતી કાલે પીએમ-કિસાનનો આગામી હપ્તો બહાર પાડશે, આ લાભ દેશના 9.75 કરોડ પરિવારને મળશે

0
Social Share
  • ખેડૂતોના ખાતામાં 2000 રુપિયા નાખશે પીએમ મોદી 
  • દેશના કરોડો પરિવારને તેનો લાભ મળશે

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશના ખેડૂતો માટે અનેક યોજનાઓ લાગુ કરી છે,અને આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને ઘણા લાભો પણ આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે  9 ઓગસ્ટે બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભોનો આગામી હપ્તો જારી કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં આ  બાબતની માહિતી આપવામાં આવી છે.

જારી કરવામાં આવેલા પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, “આ સાથે, રૂ. 19,500 કરોડથી વધુની રકમ 9.75 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી ખેડૂતો સાથે વાતચીત પણ કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.”

પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂત પરિવારોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં સીધા બેંક ખાતામાં રૂ .2000 ના ત્રણ સમાન હપ્તામાં જમાં કરવામાં આવતા હોય છે. અત્યાર સુધી, આ યોજના દ્વારા ખેડૂત પરિવારોને 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી  ચૂકી છે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભોનો 8 મો હપ્તો બહાર પાડ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code