- હવે મોબાઇલ બાદ પીસી પર પણ OTP મળશે
- તેના માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે
- એન્ડ્રોઇડ-ડેસ્કટોપ બ્રાઉઝર પર એક જ લોગઇન જરૂરી છે
નવી દિલ્હી: અત્યારે કોઇપણ એપના લોગઇન, મની ટ્રાન્ઝેક્શન કે બેન્કિંગને લગતા કામકાજને વધુ સુરક્ષિત બનાવવા માટે વન ટાઇમ પાસવર્ડ જરૂરી થઇ ગયો છે. એટલે કે OTPની મદદ વગર આપણે બીજા સ્ટેપ પર નથી જઇ શકતા. OTP હંમેશા રજીસ્ટર્ડ નંબર પર આવે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે હાથમાં ફોન નથી તો OTP જાણી શકાશે નહીં. જો કે, ગૂગલ હવે આ સમસ્યાને વધુ સરળ બનાવવા જઇ રહ્યું છે. હવે OTP પીસી પર આવશે.
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ગૂગલનું આ નવું ફીચર હશે. ગૂગલ, વેબ OTP ફીચરના API પર કામ કરી રહ્યું છે. ગૂગલનું આ ફીચર વેબસાઇટને SMSથી પ્રોગ્રામેટિક રીતે OTP લેશે. એપ્સને સ્વિચ કર્યા વગર એક જ ટેપ પર ઑટોમેટિક ફોર્મ ભરશે.
ગુગલ ક્રોમ વેબ બ્રાઉઝર યુઝર્સના ફોન પર મળેલા કોડને આપોઆપ ડિટેક્ટ કરીને વાંચશે અને એન્ટર કરશે. શરત એટલી છે કે, યુઝર્સની પાસે એક એન્ડ્રોઈડ ફોન અને ડેસ્કટોપ બ્રાઉઝર એક જ ગુગલ અકાઉન્ટમાં રજિસ્ટર હોવું જોઈએ.
ફીચર્સ માટે આ સ્ટેપને ફોલો કરો
1. ડેસ્કટોપ પર ક્રોમ સર્વિસ સેક્શનમાં https://web-otp-demo.glitch.me/ સર્ચ કરો. ત્યારબાદ વેરિફાઈ બટન પર ક્લિક કરો.
2. એન્ડ્રોઈડ ડિવાઈસ પર દેખાતા ટેક્સ્ટ મેસેજ બીજા ફોન પર મોકલો. 3. જ્યારે એન્ડ્રોઈડ ડિવાઈસ પર મેસેજ મળ્યા બાદ ફોન નંબર વેરિફાઈ કરવા માટે કહેલામાં આવે છે. તેને અપ્રૂવ કરીને આગળ વધી શકો છો. 4. ડેસ્કટોપ પર એન્ડ્રોઈડ ડિવાઈસથી વેરિફિકેશન કોડ ઓટોમેટિક ઈનપુટ સેક્શનમાં ફિલ થઈ જશે.
તે સાથે તેઓ જે વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છે તે વેબ OTP ટેક્નોલોજી સપોર્ટ કરતી હવી જોઈએ. આ સર્વિસ તમામ ક્રોમ વેબ એન્જિન પર છે.