ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે વધારવી, અપનાવો ઘરેલું ઉપાય
- ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખો
- અપનાવો ઘરેલું ઉપાય
- બીમાર થવાથી બચવું હોય તો આટલુ કરો
ચોમાસામાં મોટા ભાગના લોકોને કાંઈકને કાંઈક નાની મોટી બીમારી થતી હોય છે જેમાં શરદી, તાવ, ઉધરસ અને તેવી બીમારીઓ થતી હોય છે. ચોમાસામાં જ આ પ્રકારની બીમારીઓ એન્ટ્રી મારતી હોય છે ત્યારે લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બીમારીઓથી બચવું કેમનું,.? તો હવે તેનો જવાબ એક જ છે અને તે છે કે દરેક લોકોએ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે તથા જાળવી રાખવા માટે કામ કરવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે જેઠીમધનો ઉપયોગ લાભકારી છે. તે ઇમ્યુનિટી વધારવા માટે સક્ષમ છે. તેના જડમાં એન્જાઇમ હોય છે જે શરીરને લિન્ફોસાઇટસ અને મેખ્રોફેઝ ઉત્પાદન કરવામાં મદદ કરે છે. કેટલાક લોકો દ્વારા હળદરનો પણ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે હળદર શરદી-કફ-અને ઉધરસમાં રાહતદાયક છે. તે એક એન્ટિબાયોટિકનું નામ કરે છે. તેનામાં કુદરતી જ એન્ટિબાયોટિક ગુણ સમાયેલા છે. એક વાસણમાં એક કપ દૂધ નાખી, કાચી હળદરને ખમણીને નાખવી, દૂધનો રંગ બદલતા જ તેમાં સાકર નાખી ઉભરો આવવા દેવો. ગાળીને પી લેવું.
લસણનો પણ જો બરાબર રીતે ઉપયોગ કરવામાં આવે તો ઉધરસથી છુટકારો અપાવા માટે લસણ કુદરતી નુસખો છે. તે કફને દૂર કરવામાં કારગત છે. લસણ એન્ટી બેકટેરિયલ તેમજ એન્ટી ફંગલ છે. લસણને સમારી અથવા તો છુંદી નાખીને તેનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે.આ જ રીતે આદુમાં પણ એન્ટી ઓક્સિડન્ટસ અને એન્ટિ વાયરસ તત્વ મોજૂદ છે. તેના સેવનથી પાચનશક્તિ સુધરે છે. આદુનું સેવન ચા સાથે અથવા તો રસોઇમાં ઉમેરીને કરવું. તો આ બધી વસ્તુઓનું ચોમાસાની ઋતુમાં સેવન કરવાથી ફાયદો થાય છે અને બીમારી પણ શરીરથી દુર રહે છે.