1. Home
  2. ગુજરાતી
  3. લો બોલો, ભારતમાં રમત-ગમત પાછળ એક વ્યક્તિ દીઠ માત્ર 3 પૈસાનો ખર્ચ !
લો બોલો, ભારતમાં રમત-ગમત પાછળ એક વ્યક્તિ દીઠ માત્ર 3 પૈસાનો ખર્ચ !

લો બોલો, ભારતમાં રમત-ગમત પાછળ એક વ્યક્તિ દીઠ માત્ર 3 પૈસાનો ખર્ચ !

0
Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં તાજેતરમાં જ ભારતે સાત મેડલ જીત્યાં છે. આ વિજેતા ખેલાડીઓ ભારત પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, ભારતમાં લોકોમાં સૌથી વધારે ક્રિકેટનો ક્રેઝ હોવાથી મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. જો કે, હજુ પણ અનેક યુવાનો વિવિધ રમતોમાં પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવવા માટે પરસેવો પાડી રહ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, ભારતમાં એક વ્યક્તિ પાછળ રમત-ગમત ક્ષેત્રે માત્ર 3 પૈસાનો જ ખર્ચ કરવામાં આવlતો હોવાનું જાણવા મળે છે. જેની સરખામણીમાં અન્ય દેશોમાં પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે.

પૂર્વ ખેલમંત્રીએ 2018માં લોક્સાભમાં કહ્યું હતું કે, ભા૨ત દરરોજ દ૨ વ્યક્તિએ માત્ર ત્રણ પૈસાનો ખર્ચે થાય છે. ભા૨ત જેવા વિશાળ દેશની સામે જમૈકા જેવો ટચુકડો દેશ ૨મત માટે 6 ગણો એટલે કે દરરોજ 19 પૈસા ખર્ચે છે. અન્ય દેશોની વાત કરીએ તો બ્રિટન દરરોજ દ૨ વ્યક્તિએ ૨મત પાછળ 50 પૈસા, ચીન 6.10 રૂપિયા) અને અમેરીકા દરરોજ દ૨ વ્યક્તિએ 22 રૂપિયા અર્થાત ભા૨ત ક૨તા 733 ગણો ખર્ચ કરે છે. જેની સરખાણમીમાં ભારતમાં રમત-ગમત પાછળ ખુબ જ ઓછો ખર્ચ કરવામાં આવે છે. દરમિયાન હવે આગામી ઓલિમ્પિકમાં ભારત દ્વારા 50 મેડલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના યુવાનોમાં રમત-ગમતમાં રુચી વધે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, ભારતમાં લોકોમાં ક્રિકેટને લઈને ક્રેઝ વધારે છે. ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ સહિત અનેક ખેલાડીઓ મેડલથી થોડા દૂર રહી ગયાં હતા. આ ખેલાડીઓનો ઉત્સાહ વધારો કરવા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેસેજ કર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code