- યુકે જેનારા ભારતીય વિદ્યાર્થીઓએ હવે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે
- યુકેની સરકારે ભારતનો એમ્બર યાદીમાં સમાવેશ કર્યો છે
- ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ રાહત મળશે
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ખાસ કરીને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક દેશમાંથી બીજા દેશમાં ગયા બાદ ત્યાં ક્વોરેન્ટાઇન પણ એક નિયમ છે. હવે યુકેની સરકારે ભારતનો એમ્બર યાદીમાં સમાવેશ કર્યો છે. એટલે કે હવે ભારતથી ઇંગ્લેન્ડ જતા મુસાફરોએ વધારાના ખર્ચા કરવાથી મુક્તિ મળશે અને તેઓ સીધા પોતાના ઘરે જઇ શકશે અને ત્યાં પહોંચીને ક્વોરેન્ટાઇન થઇને તપાસ કરાવી શકશે. હવે વિદ્યાર્થીઓએ ક્વોરેન્ટાઇન નહીં થવું પડે.
પ્રાપ્ત જાણકારી અનુસાર યુકેની સરકાર દ્વારા રવિવારે 8 ઑગસ્ટે સવારે 4 કલાકે ભારત, બેહરીન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતની સાથે ઇંગ્લીશ એમ્બર સફરની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને આર્થિક બોજામાંથી મુક્તિ મળશે.
સ્ટડી ગ્રુપના રિજનલ ડિરેક્ટર કરણ લિલતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેમણે કહ્યું કે, ભારતને યુકેની એમ્બર સફર યાદીમાં સમાવવામાં આવ્યું છે, જેના લીધે ટીસાઈડ યુનિવર્સિટી આઈએસસી, કિંગ્સટન યુનિવર્સિટી આઈએસસી, હડર્સફિલ્ડ યુનિવર્સિટી આઈએસસી અને યુકેમાં અન્ય આંતરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રોમાં ભણતા વિદ્યાર્થીઓનો આર્થિક બોઝો ઓછો થશે.
નિયમ પ્રમાણે જો વિદ્યાર્થી યુકે પહોંચતા પહેલાના 10 દિવસ એમ્બર યાદીવાળા દેશમાં રહ્યા હોય અને તેમણે યુકે રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ રસીકરણ કરાવી લીધું છે તેવા વિદ્યાર્થિઓને વધારાના હોટલમાં રહેવાના આર્થિક બોઝાથી મુક્તિ મળશે. અગાઉ ભારતથી જતા વિદ્યાર્થીઓએ કોરેન્ટાઈન થવા માટે હોટલમાં રહેવું પડતું હતું.
યુકેના નિયમ પ્રમાણે એમ્બર લિસ્ટમાં આવેલા દેશના મુસાફરો રવાનગીના ત્રણ દિવસ પહેલા કોવિડ-19 સંબંધિત તપાસ કરાવવાની રહેશે અને ઈંગ્લેન્ડ આવતા રહેલા કોવિડ-19ની બે તપાસનું બુકિંગ કરાવવાનું હોય છે અને અહીં પહોંચ્યા બાદ ‘પેસેન્જર લોકેટર ફોર્મ’ ભરવાનું રહેશે.