1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક
લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક

લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક

0
Social Share
  • લોકસભા અનિશ્વિત કાળ સુથી સ્થગિત કરાઇ
  • જેને લઇને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી
  • રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી લોકસભામાં વિપક્ષ દ્વારા સતત હોબાળો મચી રહ્યો છે. સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમાયન સંસદની કાર્યવાહી બિલકુલ યોગ્ય રીતે ચાલી શકી નહોતી. જેને લઇને સ્પીકર ઑમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી હતી.

વિપક્ષ દ્વારા પેગાસસ જાસૂસી મામલો, ખેતીના સુધારા, પેટ્રોલ-ડિઝલના ભાવ જેવા અનેકવિધ મુદ્દાઓ પર ઘેરાયેલી સરકાર ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં કામગીરી કરવામાં સતત નિષ્ફળ નિવડી હતી.

ચોમાસુ સત્રનું છેલ્લુ સપ્તાહ ચાલી રહ્યું છે. લોકસભામાં મંગળવારે રાજ્યોને OBC લિસ્ટિંગ કરાવનો અધિકાર આપતું બિલ કોઇપણ વિરોધ કે હોબાળા વગર પસાર થઇ ગયું હતું. હવે આ બિલ રાજ્યસભામાં પસાર થવા જઇ રહ્યું છે. હવે રાજ્યસભામાં પણ આ બિલ વિના વિરોધ પાસ થાય તેવી સંભાવના છે. જો કે આ સિવાય સરકારને પેગાસસ, ખેતીના સુધારા, પેટ્રોલ-ડિઝલના ભાવ જેવા વિવિધ મુદ્દે ઘેરવામાં આવી રહી છે.

આજે લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સત્રના સમાપન સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, લોકસભામાં અપેક્ષા અનુસાર કાર્યવાહી ચોમાસું સ્તર દરમિયાન નથી થઇ શકી. માત્ર 22 ટકા સમય ઉત્પાદક રહ્યો હતો જ્યારે બાકીનો સમય તો હોબાળાના કારણે વેડફાઇ ગયો હતો.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 127 મો બંધારણીય સુધારો ગણતાં કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા. 66 તારાંકિત પ્રશ્નોના જવબ આપવામાં આવ્યા હતા. અને સદનના નિયમ 377 આધારિત સદસ્યોએ 337 પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્પીકરની કસ્ટમરી મિટિંગમાં પ્રધાનમંત્રી મોદી, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે હોબાળા બાદ સદ્દનની પવિત્રતા નાશ પામી હતી. અમુક સદસ્યો ટેબલ પર ચડી ગયા હતા જે અયોગ્ય હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code