કાશ્મીર ઘાટીમાંથી મોતનો સામાના ઝડપાયોઃ AK 47 રાયફલ, 18 ગ્રેનેડ સહિતની વિસ્ફોટક સામગ્રી જપ્ત
- આતંકવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓનું અભિયાન
- સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટ સામગ્રી મળી
- ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ચોંકી ઉઠ્યો
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કાશ્મીર ઘાટીના બાંદીપોરામાં એલઓસી નજીકથી મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આતંકવાદીઓએ મોટા ગુનાને અંજામ આપવા માટે આ મોતનો સામનો એકઠો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આતંકવાદીઓને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરમાં આતંકવાદીઓન ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બાંદીપોરા એલઓસી પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. 3 એકે 47, રાયફલના 12 મેગેઝિન, બે પિસ્ટલ, પિસ્ટલના ચાર મેગેઝન, 550 કારતૂસ અને 18 ગ્રેનેટ મલી આવતા આર્મીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં આતંકીવાદીઓએ મોટો હુમલો કરવા માટે આ જથ્થો એકત્રિત કર્યો હોવાનુ સુરક્ષાદળો માની રહ્યા છે અને આગળની તપાસ શરૂ કરાઈ છે.
અત્રે લ્લેખનીય છે કે, પૂંછમાં સુરક્ષાદળોએ આતંકીઓના એક અડ્ડાનો ખાતમો બોલાવ્યો હતો. જ્યાંથી પણ મોટા પાયે હથિયારો મળ્યા હતા. પૂંછમાં સુરક્ષાદળોને બે એકે 47 રાયફલ, ચીની બનાવટની પિસ્ટલ, એ કે 47ના 270 કરાતૂસ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રોન મારફતે હથિયારોનો જથ્થો અહીં રહેતા આતંકવાદીઓને પુરા પાડવામાં આવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પમાં તાલીમ લીધેલા 300 જેટલા આતંકવાદીઓ ઘુસણખોરી માટે તૈયારી કરી રહ્યાંનું પણ મનાઈ રહ્યું છે.