ICC ટેસ્ટ રેન્કિંગઃ જો રૂટએ કોહલીને પાંચમાં સ્થાન ઉપર ધકેલ્યો, બુમરાહ ટોપ-10માં
દિલ્હીઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટએ આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં બેસ્ટમેનની યાદીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાંચમાં સ્થાને ધકેલ્યો છે. જ્યારે ભારતના ફાસ્ટ બોલર બુમરાહ ફરી બોલરોમાં ટોપ-10માં સ્થાન હાંસલ કર્યું છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટી-20 રેન્કિંગની યાદીમાં ફરીથી ટોપ ઉપર પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જો રૂટએ ટ્રેટ બ્રિજ ટેસ્ટમાં ક્રમશઃ 64 અને 109 રન બનાવ્યાં હતા. જેના આધારે 49 અંક પ્રાપ્ત કરીને ચોથા સ્થાન ઉપર પહોંચ્યા છે. બીજી તરફ વિરાટ કોહલી પ્રથમ ઈનીંગ્સમાં એક પણ રન બનાવ્યાં હતા. જ્યારે બીજી ઈનિગ્સ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ટોપ પાંચ બેસ્ટમેનમાં કોહલી (791 અંક) રૂટ (846), કેન વિલિયમ્સન (901), સ્ટીવ સ્મિથ (891) અને એમ.લૈબુસાને (878) સાથે સ્થાન મેળવ્યું છે.
ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે પ્રથમ ટેસ્ટમાં 110 રન આપીને 9 વિલેટ લીધી હતી. જેના કારણે 10 ક્રમનો તેને ફાયદો થયો છે અને 9માં સ્થાને આવી ગયો છે. ઈંગ્લેન્ડનો બોલર જેમ્સ એન્ડરસન સાતમાં સ્થાને છે. બીજા ક્રમે ભારતીય સ્પિનગર આર.અશ્વિનનો સમાવેશ થાય છે. પ્રથમ સ્થાને પેટ કમિંસ, ટીમ સાઉદી, હેઝલવુડ અને નીલ વેગનરનો પણ ટોપ-10માં સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓલી રોબિન્સન (46), શાર્દુલ ઠાકોર (55), રવિન્દ્ર જાડેજા (બેસ્ટમેનમાં 46) તથા અન્ય લોકોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાને બાંગ્લાદેશે ટી-20 સિરીઝમાં 4-1થી હરાવ્યું હતું. શાકિબ અલ હસનએ 34 રેન્ટિંગ અંક એકત્ર કરીને શિખર ઉપર પહોંચી ગયો છે.