1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ
રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ

રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ

0
Social Share

અમદાવાદઃ શહેરની મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતના અતિ મહત્વના બે પ્રોજેકટ અમદાવાદ મેટ્રો અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યેા છે. આ બન્ને પ્રોજેકટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં શરૂ કરવાના આદેશ પીએમઓ દ્વારા રેલવે મંત્રાલય તેમજ રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પેારેશને અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન કમ કોરિડોરના બાંધકામ માટે કોન્ટ્રાકટ આપી દીધો છે. હવે સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ–મુંબઇ બુલેટ ટ્રેન માટેનો કોરિડોર હાલના સ્ટેશનના પ્લેટફોર્મ  11 અને 12 પર રહેશે. આ સાથે સાબરમતી સ્ટેશન પર પણ ડિઝાઇન મંજૂર કરવામાં આવી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશને અમદાવાદ મેટ્રો અંડરગ્રાઉન્ડ, રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ લેવલ અને બુલેટ ટ્રેન એલિવેટેડ એક સાથે રહેશે યારે સાબરમતી સ્ટેશને રેલવે સ્ટેશન અને મેટ્રો એકસાથે હશે. આ પ્રોજેકટ માટે 25000  કરોડ રૂપિયાના કોન્ટ્રાકટ અપાઇ રહ્યાં છે.

બીજી તરફ  2022માં યોજાનારી ગુજરાત વિધાનસભની ચૂંટણી પહેલાં અમદાવાદ મેટ્રોરેલના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 13  વર્ષથી વિલંબિત મેટ્રો પ્રોજેકટનું અમદાવાદના પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ કોરિડોરનું કામ ઓગષ્ટ્ર 2022  સુધીમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનો પ્રોજેકટ જાપાનની લોન સાથે શ કરવામાં આવ્યો છે. અમદાવાદ થી મુંબઇના 508  કિલોમીટરના વિસ્તારને આ બુલેટ ટ્રેન આવરી લે છે.

આ પ્રોજેકટને પહેલાં 2023  સુધીમાં પૂર્ણ કરવાનો થતો હતો પરંતુ જમીન સંપાદનની અડચણો આવતાં તેમાં વિલબં થયો છે. પહેલાં આ પ્રોજેકટ માટે 98000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ વિલબં થતાં હવે 1.08  લાખ કરોડનો ખર્ચ થશે. જયારે અમદાવાદ મેટ્રોના પહેલા તબક્કામાં 40.03  કિલોમીટરનું અંતર છે જે બીજા તબક્કામાં જયારે ગાંધીનગર પહોંચશે ત્યારે વધુ 28.25  કિલોમીટરનો વિસ્તાર આવરી લેશે. મેટ્રોની જયારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2006માં પ્રોજેકટ ખર્ચ 5000 કરોડ, 2014માં 9000 કરોડ અને હવે 12000  કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code