1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપનું નવું ફીચર આવ્યું, યુઝર્સ હવે ફોટાને મોકલતા પહેલા એડિટ કરી શકશે

વોટ્સએપનું નવું ફીચર આવ્યું, યુઝર્સ હવે ફોટાને મોકલતા પહેલા એડિટ કરી શકશે

0
Social Share
  • વોટ્સએપમાં આવ્યું નવુ ફીચર
  • ફોટો મોકલતા પહેલા કરી શકાશે એડિટ
  • બધા યુઝર્સને તાત્કાલિક નહી જોવા મળે આ ફીચર

વોટ્સએપ હંમેશા પોતાના યુઝર્સ માટે  કંઇક ને કંઇ અપડેટ તથા નવા ફીચર લોન્ચ કરતુ જ રહે છે. હવે વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુઝર્સ ફોટો મોકલતા પહેલા તેને એડિટ પણ કરી શકશે. જો કે બધા જ યૂઝર્સને તાત્કાલિક આ ફીચર જોવા નહીં મળે, પરંતુ તમામ યૂઝર્સને થોડા સમયમાં આ ફીચરની સુવિધાનો લાભ મળશે.

જાણકારી અનુસાર એપ્રિલમાં જાહેરાત કરવામાં આવી હતી કે, વોટ્સએપમાં બીટા વર્ઝન 2.21.16.10 પર નવા ઈમોજી પણ સામેલ કરશે.

વોટ્સએપ દ્વારા આ એડિટિંગ ટુલને ડ્રોઈંગ ટુલ્સ કહેવામાં આવે છે જે ડેસ્કટોપ એપ પર મોકલતા પહેલા ફોટોઝને એડિટ કરવાની પરવાનગી આપે છે. મોબાઈલ એપમાં શરૂઆતથી જ ઈમેજ એડિટિંગ ટૂલ્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ફીચર યૂઝર્સ માટે જલ્દીથી ઉપલબ્ધ થશે. આ માટે કંપની યૂઝર્સને એન્ડ્રોઈડ, iOS અને ડેસ્કટોપ પર વોટ્સએપને અપડેટ કરવાની સલાહ આપે છે. આ અપડેટ વર્ઝન વોટ્સએપ બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ ઈમોજીસમાં મલ્ટીપલ સ્કિન ટોન કપલ ઈમોજી સામેલ કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code