1. Home
  2. ગુજરાતી
  3. અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચેહરે આ દિવસે થશે રિલીઝ,જાણો
અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચેહરે આ દિવસે થશે રિલીઝ,જાણો

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચેહરે આ દિવસે થશે રિલીઝ,જાણો

0
Social Share
  • અમિતાભ બચ્ચને ફેંસને આપી ખુશખબરી
  • ફિલ્મ ચેહરેની નવી રિલીઝ ડેટ આવી સામે
  • 27 ઓગસ્ટના રોજ થિયેટરોમાં થશે રિલીઝ

મુંબઈ : અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તીની ફિલ્મ ચેહરેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. અગાઉ આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી.પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબરી આપી છે.

અમિતાભ બચ્ચને એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહે છે કે જો તમારામાંથી કોઈએ કોઈ પણ અપરાધ કે અત્યાચાર કર્યો હોય તો તમે સાવધાની સાથે અહીંથી પસાર થશો. કારણ કે આ ગેમ તમારી સાથે પણ રમી શકાય છે.

 

https://www.instagram.com/p/CSdx6l5CGPw/?utm_source=ig_web_copy_link

આ વીડિયો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું – સાવધાન. તમને ચેતવણી આપવામાં આવી રહી છે. આ ગેમનો સામનો કરવા માટે તૈયાર રહો. કારણ કે આ આરોપ તમારા પર પણ લાદવામાં આવી શકે છે. ચેહરે 27 ઓગસ્ટના રોજ તમારા નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. 4 લાખથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

અમિતાભ બચ્ચન લાંબા સમય પછી ફરી એકવાર પડદા પર જોવા મળશે, દર્શકોમાં અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મ ચહેરેને લઈને ઘણો ઉત્સાહ છે. અમિતાભ બચ્ચન એક નવા પ્રકારના અભિનયને ભજવતા જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ લાંબા સમય પછી પડદા પર જોવા મળશે. રિયા ચક્રવર્તીને પણ ફિલ્મમાં મહત્વનો રોલ મળ્યો છે. રિયા ચક્રવર્તીની ભૂમિકાને લઈને ચાહકોમાં બે પ્રકારનો મંતવ્ય જોવા મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code