ભારત સહીતના આ દેશોની ચેતવણીઃ અફઘાનિસ્તાનમાં બળજબરીથી બનેલી સરકારને નહી આપીએ માન્યતા
- ભારત સહીતના દેશોએ આપી ચેતવણી
- અફઘાનમાં બળજબરીથી બનેલી સરકારે માન્ય નહી ગણીએ
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલબાનો દ્રારા સતત આંતક ફેલાવવવામાં આવી રહ્યો છે ત્યારે ભારત, જર્મની, કતાર, તુર્કી અને અન્ય ઘણા દેશોએ ફરીથી પુનરાવર્તન કર્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં જબરદસ્તી બંદૂકોની ઘારે રચાયેલી કોઈપણ સરકારને માન્યતા આપશે નહીં. સાથે જ દરેક વ્યક્તિએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં હિંસા અને હુમલાને તાત્કાલિક બંધ કરવાની પણ અપીલ પણ કરી છે.
દોહામાં અફઘાનિસ્તાન પર બે અલગ અલગ બેઠકો બાદ કતારે શુક્રવારે કહ્યું હતું કે સહભાગી દેશો અફઘાન શાંતિ પ્રક્રિયાને સર્વોચ્ચ મહત્વનો મુદ્દો માનીને છે તેને તાત્કાલિક વેગ આપવાની જરૂર જણાવી છે.
કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રથમ બેઠક 9 ઓગસ્ટના રોજ યોજાઈ હતી, જેમાં ચીન, ઉઝ્બેકિસ્તાન, અમેરિકા, પાકિસ્તાન, બ્રિટન, કતાર, સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જ્યારે 12 મી ઓગસ્ટના રોજ બીજી બેઠકમાં ભારત, જર્મની, નોર્વે, કતાર, યુએસએ, સંયુક્ત રાષ્ટ્ર, તાજિકિસ્તાન, તુર્કી અને તુર્કમેનિસ્તાનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ભારત તરફથી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ જેપી સિંહે આ બેઠકમાં હાજરી આપી હતી.સંયુક્ત રાષ્ટ્ર , યુરોપિયન યુનિયન અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનએ પણ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પણ અફઘાનિસ્તાનમાં બળજબરીથી લશ્કરી સંઘર્ષ દ્વારા રચાયેલી સરકારને મંજૂરી આપશે નહીં.