બિહારમાં પૂર જેવી સ્થિતિના કારણે 70 લાખ હેક્ટર વિસ્તારનાં ઉભા પાકને નુકસાન, 600થી વધુ ગામનાં લોકોને અસર
- બિહારમાં પૂર જેવી સ્થિતિ
- 600થી વધુ ગામડાઓને અસર
- ઉભા પાકને પણ ભારે નુક્સાન
પટના: બિહારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લાખો હેક્ટર જમીનને નુકસાન થયું છે. તે જમીન પર ઉગાવવામાં આવેલા પાકને પણ ભારે નુક્સાન થયું છે. આંકડા અનુસાર 70 લાખ હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને નુક્સાન થયુ છે. તો સાથે રાજ્યના 600થી વધુ ગામના લોકોને અસર થઈ છે.
કેટલાક માર્ગો ઉપર પૂરનાં પાણી ફરી વળતાં વાહન-વ્યવહાર તથા જનજીવનને અસર થઈ છે.
NDRF તથા SDRFની 21 ટીમનાં જવાનો પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે રાહત અને બચાવ કાર્ય વધુ સધન બનાવવાની સૂચના આપી છે.હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની સંભવાના વ્યકત કરી છે.
હાલમાં બિહારની સૌથી મોટી સમસ્યા એ છે કે, કોરોના સંક્રમણ તો રાજ્યમાં ચિંતાનો વિષય છે પણ સાથે કુદરતી ફટકાર કે જેમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે અને પાકને નુક્સાન થતા આગામી સમયમાં અનાજના ભાવ વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બિહારમાં પૂરની સ્થિતિ પર કેન્દ્ર સરકાર પણ નજર રાખીને બેઠી છે તથા લોકોની મદદ અને જરૂરીયાત પ્રમાણે તમામ મદદ મોકલવામાં આવી રહી છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ હેલિકોપ્ટરમાં બેસીને રાજ્યની સ્થિતિ અંગે જાણકારી લીધી હતી.