દેશમાં વેક્સિનેશનનો આંકડો 52.89 કરોડ, તો ગુજરાતમાં 3.82 કરોડ લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ
- કોરોનાવાયરસ સામે સરકારની મજબૂત લડાઈ
- દેશમાં 52.89 કરોડ લોકોને મળી વેક્સિન
- ગુજરાતમાં 3.82 કરોડ લોકોને મળી વેક્સિન
દિલ્હી :દેશમાં કોરોનાવાયરસ સામે સરકારને યુદ્ધના ધોરણે કામ કર્યુ છે. વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે વેગ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશમાં 52.89 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. સત્તાવાર યાદી મુજબ 41 કરોડથી વધુ લોકોને કોવિડની રસીનો પહેલો ડોઝ અને અગિયાર કરોડથી વધુ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં 18 થી 44 વયજૂથના 18 કરોડ 76 લાખ થી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે.
બીજી તરફ વાત કરવામાં આવે ગુજરાત રાજ્યની તો અત્યાર સુધીમાં ત્રણ કરોડ 82 લાખ 90 હજાર 661 વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે છ લાખ 33 હજાર 798 વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પાંચ હજાર 560 જેટલા પ્રથમ હરોળના કર્મીઓ અને આરોગ્ય કર્મીઓ જ્યારે બે લાખ 11 હજાર 107 જેટલા 45 વર્ષથી વધુ વયના તેમજ ચાર લાખ 17 હજાર 122 જેટલા 18 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીઓ સાજા થયા તે સાથે જ કોરોનાને માત આપનારની સંખ્યા આઠ લાખ 14 હજાર 858 થઈ છે. રાજ્યમાં હાલમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 182 છે. જેમાંથી 178 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. જ્યારે ચાર દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાને લીધે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યા કુલ મૃત્યુઆંક 10 હજાર 78 થયો છે.