બેંગ્લોર શહેરમાં 11 દિવસમાં 543 બાળકો કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગ કામે લાગ્યું
- 543 બાળકો કોરોનાથી સંક્રમિત
- આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું
- લોકોએ સતર્ક રહેવું જરૂરી
બેંગ્લોર: કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં શહેરમાં છેલ્લા 11 દિવસમાં 0 થી 18 વર્ષના 500થી વધારે બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસના સંક્રમણની તો કેટલાક લોકોએ એવુ માની લીધુ છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરથી હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ લોકોએ હજુ પણ સતર્ક રહેવું જરૂરી છે.
જાણકારો અનુસાર કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેર ઑગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે તેમ છે. કોરોનાવાયરસને લઈને કેટલાક લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે પણ હજૂ પણ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બાળકોમાં કોરોના સંક્રમણને લઈને વાલીઓ અને વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ છે. છેલ્લા 1 થી 11 ઓગસ્ટ દરમિયાન 0-18 વર્ષની વયના 543 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, 1 થી 11 ઓગસ્ટની વચ્ચે, 0-9 વર્ષના 88 બાળકો, 10-19 વર્ષના 305 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. દરમિયાન, કર્ણાટક સરકારે પણ જાહેરાત કરી છે કે, તે 9-12 ધોરણના બાળકો માટે શાળા ફરી ખોલી શકે છે. આ મહિનાના અંત સુધીમાં શાળાઓ ખોલી શકાય છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે બાળકોમાં કોરોનાના કેસ થોડા દિવસોમાં ત્રણ ગણા વધી શકે છે અને આ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું- “અમે ફક્ત એટલું જ કરી શકીએ કે અમારા બાળકોને આ વાયરસથી બચાવવા માટે ઘરની અંદર રાખો. પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોની રોગપ્રતિકારકતા વધારે નહીં હોય. માતાપિતાએ તેમના બાળકોને ઘરની અંદર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્ણાટક સરકારે પહેલેથી જ આદેશ આપ્યો છે કે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુની સિસ્ટમ ચાલુ રહેશે.