અટલ બિહારી બાજપેયીની આજે ત્રીજી પુણ્યતિથિઃ પીએમ મોદી, ગૃહમંત્રી શાહ સહીતના નેતાઓએ અટલ સ્મૃતિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ આપી
- અટલ બીહારી બાજપેયીની 3જી પુણયતિથિ
- પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
દિલ્હીઃ આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ત્રીજી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.આજ રોજ વહેલી સવારે 7 વાગ્યેને 30 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં અટલ સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા.
અહીં પીએમ મોદીએ આયોજિત પ્રાર્થના સભામાં ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્મારક સ્થળે પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ‘સદૈવ અટલ’ સ્મારક સ્થળે હાજર રહ્યા હતા અને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા.
ઉલ્લખેનીય છે કે ભારતરત્ન શ્રદ્ધેય શ્રીઅટલ બિહારી વાજપેયીજી દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિના પ્રખર અવાજ રહ્યા હતાં. તેઓ એક રાષ્ટ્ર સમર્પિત રાજનેતા હોવાની સાથે સાથે કુશળ સંગઠક પણ રહી ચૂક્યા હતાં, ભાજપનો પાયો રાખીને તેના વિસ્તારમાં એક મહત્વની ભૂમિકા ભજવી અને કરોડો કાર્યકરોને દેશ સેવા માટે પ્રેરિત કર્યાં, આજે પણ તેમને યાદ કરવામાં આવે છે તેમની દેશસેવાને ખરેખર બિરદાવાને લાયક છે