1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાન : ફૈઝાબાદમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાન : ફૈઝાબાદમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાન : ફૈઝાબાદમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

0
Social Share
  • અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા
  • 4.5 ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ નુકશાન કે જાનહાનિ નહીં

દિલ્હી : અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. મંગળવારે સવારે 6.08 કલાકે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 83 કિમી દક્ષિણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપને કારણે જાનહાનિ કે જાનમાલના નુકશાન અંગે કોઈ માહિતી નથી.

આ પહેલા શનિવારે હૈતીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાને કારણે ઓછામાં ઓછા 1,297 લોકોના મોત થયા છે. હૈતીમાં શનિવારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code