- અથાણાં બનાવતા પહેલા કેરીને હરદળ મીઠામાં રાખે એક રાત કોરી કરો
- કેરીને પવનમાં પંખા નીચે બરાબર સુકાવાદો
- અથાણાની બરણી પર કોટનનું કપડું લપેટીને રાખવું
- કોટનના કપડાથી એર અંદર નહી જાય
અનેક ઘરોમાં ગૃહિણીઓ ઘણી બઘી ખાદ્ય ચીજ વસ્તુઓ એક વર્ષ સુધી રાખવા માટે બનાવતી હોય છે, જેમાં ખાસ કરીને વાટેલા ગરમ મસાલાઓ, મુરબ્બા, કેરી ગાજરના રાયતા અને અથાણાંઓ,આ બધી વસ્તુઓ એક વર્ષ માટે બનાવીને સાચવતા હોઈએ છીએ, તો ક્યારેક ઘણી ગૃહિણીઓની ફરીયાદ હોય છે કે, વર્ષ સુધી અથાણાં રહેતા નથી એટલે કે બગળી જાય છે, કાંતો અથાણાંમાં ફૂગ આવી જાય છે અથવા તો અથાણું કળચું થઈ જાય છે, તો હવે આજે અને તમારી સમસ્યાનું નિવારણ લઈને આવી ગયા છે,જો તમારે એક વર્ષ સુધી અથાણાંનો સ્વાદ યએવોને એવો જ રાખવો હોય તો માતચ્ર કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે, ત્યાર બાદ તમારી આ ફરીયાદ દૂર થી જશે.
જ્યારે પણ તમે કેરી વાળું અથાણું બનાવો છો ત્યારે સૌ પ્રથમ કેરીના ટૂકડાને હરદળ અને મીઠું નાખીને એક રાત પલાળીને રહેવા દેવા, બીજે દિવસે તેમાં પાણી છૂટશે, જેથી આ કેરીને કોટનના કપડામાં લઈને પોટલી વાળીને એક જગ્યાએ અઘ્ઘર લટકાવી દેવી, અને પોટલીની નીચે કોઈ મોટું વાસણ રાખવું જેથી પાણીના ટીપા વાસણમાં રહે, આ રીતે કેરીની પોટલીને એક રાત સુધી લટકાવી રાખવી, બીજે દિવસે સવારે કેરીને ખોલીને પંખા નીચે પવનમાં 6 થી 7 કલાક સુધી સુકાવા દેવી, ત્યાર બાદ એક એક કેરીના ટૂકાડને કોટનના સાફ કટકાથી લૂંછી કાઢવા, હવે આ તમારી કેરી અથાણું બનાવવા માટે તૈયાર છે, આ કેરીથી ક્યારેય અથાણું ચીકણું નહી થાય અને કેરી કડક પણ રહેશે.
જ્યારે તમે અથાણું બની ગયા બાદ બરણીમાં ભરો છો ત્યારે બરણીમા ઢાકણ પર કોટનનું કપડું બાંધી દેવું , જ્યારે બરયણી બંધ કરીદો ત્યારે બરણીનું ઢાકણ આખું કવર થાય તે રીતે આ કપડું બાંધીને ગોળફરતે દોરી બાંધી દેવી, જેથી અથાણામાં ક્યારે ફૂગ આવશે નહી, અથાણાંમાં એર પણ જશે નહી.આમ કરવાથી એક વર્ષ સુધી અથાણું બગળશે નહી.
દર 20 થી 25 દિવસે અથાણીની બરણી ખોલીને જોવી અને જો આજુ બાજૂ અથાણું ચોટ્યૂં હોય તો તેને પેપર વડે અથવા કપડા વડે બરાબર સાફ કરવી જેથી ફૂગ આવશે નહી.
અથાણું કાઢ્યા બાદ તેનું તેલ ચોક્કસ જોવું, જો તેલમાં અથાણું ડબોડબ નહોય તો તેલને ગરમ કરીને ઠંડુ થાય એટલે એથાણાંની બરણીમાં અથાણું તેલમાં ડૂબે તેટલા પ્રામણમાં નાખવું, જો અથણાં તેલમાં ગરકાવ હોય તો તે ક્યારેય નહી બગડે.