માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટનાઃ ઘાબા પર રમતી વખતે હાઈવોલ્ટેડ વિજળીના તારની ઝપેટમાં આવ્યા ત્રણ બાળકો, જેમાં બેના મોત
- દેરક માતા પિતાએ આ ઘટના જોઈને શીખવું જોઈએ
- ઘાબા પર રમવા ગયેલા બાળકો વિજળીની તારના ઝપેટમાં આવ્યા
- બે બાળકોના કરુણ મોત નિપજ્યા
લખનૌઃ- ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં મંગળવાર એક દર્દનાક ઘટના બની હતી, જેને જોઈને દરેક માતા પિતાએ શીખવું જોઈએ કે પોતાના બાળકોનું હેંમશા ધ્યાન રાખે. વાત જાણે એમ છે કેજૌનપુર જીલ્લાના એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો ઘરની છત પાસે પસાર થતા 11 હજાર વોલ્ટના વીજ વાયરની પકડમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યાં એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બે બાળકો ટ્રોમા સેન્ટર ખાતે રીફર કરાયા હતા. જ્યાં મોડી રાત્રે બીજા બાળકનું પણ મોત થયું હતું. ત્રીજુ બાળક 80 ટકા દાઝી ગયું છે. જેની સારવાર ચાલી રહી છે.
હાલ આ બાળકની સ્થિતિ પણ ગંભીર જોવા મળી રહી છે, હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામી છે. તે જ સમયે, સંબંધીઓ અને ગ્રામજનોએ વીજ વિભાગ પર ફરિયાદ હોવા છતાં પોલ દૂર ન કરવાનો આરોપ લગાવ્યો છે. તે વિભાગના દોષિત કર્મચારીઓ સામે પગલાં લેવાની પણ માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ત્યાં સામાજિક કાર્યકર જજ અન્ના સિંહ ધરણા પર બેઠા છે.
જૌનપુરના મછલીશહર કોતવાલીના કૌરહા ગામના રહેવાસી શંકરલાલ ગુપ્તાના બે પૌત્ર એક 9 વર્ષ અને બીજો પુત્ર 5 વર્ષનો અને એક 2 વર્ષની પોત્રી ઘરના છત પર રમી રહ્યા હતા, મંગળવારે સાંજે ઘરના ઘાબા પરથી 11 હજાર વોલ્ટેજ વાયર પસાર થચતા હતા તેમાં આ બાળકો ઝપેટમાં આવ્યા હતા અને આ ઘટના બનવા પામી હતી.
મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં બાળકો 80 ટકા જેટલા દાઝી ગયા હતા,તેઓને સારવાર અર્થે તાત્કાલિક જીલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે બે બાળકો મોતને ભેટ્યા છે અને ત્રીજા બાળકની હાલત ગંભીર છે.