કિચન ટિપ્સઃ કડવા લાગતા કારેલાને જો ટ્રિકથી બનાવવામાં આવે તો શાક બનશે સ્વાદિષ્ટ અને બાળકો પણ ખાશે
સાહિન મુલતાનીઃ-
કારેલા એટલે સ્વાસ્થ્યનો ખજાનો,અનેક ગુણોથી ભરપુર તેને ખાવાથી શરીર તંદુરસ્ત બને છે આ સાથે જ ડાયાબિડીઝના દર્દીઓ માટે તો ખૂબ જ ગુણકારી ગણાય છે, જો કે ઘણા લોકોને કારેલા પસંદ તો હોય જ છે પરંતું તેની વધુ પડતી કળવાશને કારણે તેઓ તેને ખાવાનું પસંદ કરતા નથી, જો આજ કારેલાની કળવાશને ઓછી કરીને તેનું શાક બનાવવામાં આવે તો કારેલા સૌ કોઈના પ્રિય બને.તો ચાલો જાણીએ કારેલાના ગુણ પણ જળવાઈ રહે અને કડવાશ ઓછી થાય તે માટે શું કરવું જોઈએ.
જો તમને ભરેલ કારેલાનું શાક પસંદ હો તો સો પ્રથમ કારેલાની છાલ બરાબર કાઢી લેવી, થોડી ઘણી પણ છાલ રહેશે તો કારેલાની કડવાશ વધશે, ત્યારે બાદ કારેલાને વચમાંથી બે કટકા કરીને બાફી લો, હવે ખાસ યાદ રાખો કે પહેલા પાણીને તપેલીમાં બરાબર ઉકળવાદો, ત્યાર બાદ તેમાં મીઠું વધુ પ્રમાણમાં નાખવું અને કારેલાને બાફી લેવા ,આમ કરવાથી કારેલાની કડવાશ દૂર થશે,
જો તમે કારેલાની કટકી કે પછી કારેલાને ગોળ ચિપ્સ પાડજીને શાક બનાવવા માંગતા હોવ તો પહેલા કારેલાને બરાબર છાલ કાઢીને તમારી મરજી પ્રમાણે સમારી લેવા, ત્યારે બાદ સમારેલા કારેલામાં મીઠું નાખીને 10 થી 20 મિનિટ સુધી રહેવાદો, હવે આટલી મિનિટ બાદ કારેલામાં પાણી છૂટ્યું હશે તેને બન્ને પાછની હથેળીમાં બદાવીને પાણી બરાબર નીતારી લો, ત્યાર બાદ સાદા પાણીથી આ સમારેલા કારેલા બરાબર ઘોઈ લેવા, આમ કરવાથી કારેલાની કડવાશ મોટા ભાગની દૂર થઈ જશે.
આજ રીતે કારેલાને સમારીને તેમાં ખાંડ,લીબું કે પછી વિનેગાર રાખીને 5 મિનિટ રહેવાદો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ઘોઈલો આમ કરવાથી પમ કારેલાની વધારે પડતી કડવાશ દૂર થાય છે.
આ સાથે જ કારેલાનું શાક બની જાય ત્યારે તેમાં તમારી રજી પ્રમાણેની મીઠાશ માટે ગોળ એડ કરીમે શાક મિક્સ કરી લેવું, જેનાથઈ કડવાશ અને મિઠાસ આમ બન્ને સ્વાદનું મિશ્રણ થશે જે સ્વાદિષ્ય હોય છે અને વધુ કારેલા કડવા પણ લાગતા નથી.