1. Home
  2. ગુજરાતી
  3. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતે દીકરાનો અવાજ સોશિયલ મીડિયામાં કર્યો શેયર
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતે દીકરાનો અવાજ સોશિયલ મીડિયામાં કર્યો શેયર

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતે દીકરાનો અવાજ સોશિયલ મીડિયામાં કર્યો શેયર

0
Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અવાર-નવાર સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ કરે છે અને પોતાના ફોટો શેયર કરે છે. મીરાએ તાજેતરમાં જ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેણે દીકરા જૈન કપૂરનો અવાજ સંભળાય છે. જે તેમના પ્રશસંકો પસંદ કરી રહ્યાં છે. જો કે, આ વીડિયોમાં તેનો ચહેરો દેખાતો નથી. આ પ્રથમવાર છે કે, લોકોએ મીરા રજપુતના દીકરાનો અવાજ સાંભળ્યો હોય. કેટલાક પ્રશંસકોએ તેમના દીકરાનો ચહેરો દર્શાવવાની પણ મીરા રાજપુતને વિનંતી કરી છે.

આ વીડિયોમાં મીરાએ એક ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. જેમાં તે એક સંતરાના સ્વરૂપમાં જોવા મળે છે. મીરા દીકરાને કહે છે કે, હાય જૈન, આ દરમિયાન પાછળથી વાત કરતા રહે છે, તે કહે છે કે, “ઓપ તુમ મુઝે ખાના ચાહતે હો, મુઝે મત ખાઓ, જે બાદ જૈન બુમ પાડીને કહે છે કે, મે તુમે ખાના ચાહતા હું”

પ્રશંસકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો છે. તેમજ લોકો વીડિયોને લાઈક કરીને વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ જૈનની એક ઝલક દર્શાવવા વિનંતી પણ કરી છે. છેલ્લા કેટલાક સમયથી શાહિદ અને પત્ની મીરા રાજપુતે પોતાના સંતાનોની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરવાનું બંધ કરી દીધું છે. તેમના બે સંતાનો છે. મોટી દીકરી મીશાનો જન્મ વર્ષ 2016માં થયો હતો. જ્યારે 2018માં દીકરા જૈનનો જન્મ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code