છેલ્લા 5 દિવસની અંદર 200થી વધુ અફઘાનિ દિલ્હી આવ્યાની આશંકા વચ્ચે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
- 200થી વધુ અફઘાનિ લોકો દિલ્હી આવી પહોંચ્યા
- સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી
દિલ્હીઃતાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જો કરવામાં આવ્યો છે, ત્યારે પોતાના જીવ બચાવવા અફઘઆનિસ્તાનનો લોકો જ્યા શરણ મળે ત્યા પહોંચી રહ્યો છે,અફઘાનિસ્તાન પર તાલિબાનની કટોકટી બાદ અફઘાનના ઘણા લોકોની ભારત આવવાની પ્રક્રિયા પણ તીવ્ર બની છે. છેલ્લા પાંચ દિવસમાં કુલ 223 અફઘાન દિલ્હીના લાજપત નગર આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં અફઘાન લોકો ભારતમાં આવવાના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
તાલિબાનના ખોફથી જે અફઘાનિ લોકો ભારતમાં આવ્યા છે તેને લઈને એજન્સીઓને ડર છે કે તાલિબાન જેવા તોફાની તત્વો અફઘાનીઓમાં કોઈ પણ ઘટના માટે ભારતમાં આવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને, ભારતમાં આવતા અફઘાન લોકોની શારીરિક તપાસ તીવ્ર કરવામાં આવી છે. લાજપત નગર સહિત નજીકની વસાહતોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અફઘાન નાગરિકો અંગે ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં રહે છે.
આ વાતની પુષ્ટિ કરતા દક્ષિણ-પૂર્વ જિલ્લાના ડીસીપીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં અફઘાનિસ્તાનથી 223 અફઘાનીઓ દિલ્હી આવી રહોંચ્યા છે અને આ લોકો લાજપત નગર વિસ્તારમાં રહે છે. જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં આવેલા 223 લોકોમાંથી 105 પુરુષો છે. તેમાંથી 67 મહિલાઓ અને 51 બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ અફઘાનિ લોકોમાં મોટાભાગના પુરુષો એવા છે જેમના બાળકો અફઘાનિસ્તાનના જ હજી છે અને તેઓ બાળકોને ભારત લાવવામાં વ્યસ્ત જોવા મળે છે. દક્ષિણ-પૂર્વ જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ અફઘાન નાગરિકોના ઘર અને તેમના સામાનની શારીરિક તપાસ શરૂ કરવામાં આવી છે. અફઘાન લોકો પાસેથી સી ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે. સી ફોર્મમાં, વિદેશી વ્યક્તિના પાસપોર્ટ, વિઝા, કામ અને ભારત આવવાનું કારણ સહિત સંપૂર્ણ વિગત લખવામાં આવે છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાન લોકોના ભારત આવવાની પ્રક્રિયા તીવ્ર બની છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાન લોકો સાથે ISI કોઈપણ તાલિબાન અથવા આતંકવાદીને ભારતમાં મોકલી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને સુરક્ષા એજન્સીો એલર્ટ મોડમાં જોવા મળે છે.