તમાચા ચહેરા પરની અનચાહી રુવાંટીને દૂર કરવા અપનાવો આ ઘરેલું નુસ્ખા, ત્વચા બનશે ક્લિન અને કોમળ
- રુવાંટી દૂર કરવા બેસન બેસ્ટ ઓપ્શન
- મધ-દુધમાં બેસન નાખીને ચેહરા પરની રુવાંટી દૂર કરી શકાય છે
યુવતી પોતાને સુંદર દેખાવ આપવા માટે મોંધા પાર્લરમાં જઈ અવનવી ટ્રિટમ્નિટ જેમ કે, ફેશિયલ ,બ્લિચ, હેર સ્પા વગેરે કરાવતી હોય છે આ સાથે જ પોતાના હાથ પગની સુંદરતા વધારવા માટે વેક્સ પણ કરાવે છે,ઘણી વખતે અનેક લોકોને ચહેરા પર રુવાંટીઓ આવે છે, જે આપણે ઈચ્છતા નથી હોતા છતા પણ આવી જાય છે ત્યારે આવા સમયે અનેક સ્ત્રીઓ ફેશ વેક્સિંગ કરીને આ અનચાહી રુંવાટીને દૂર કરે છે ,તો કેટલીક સ્ત્રીઓ થ્રેડ વડે હેર કઢાવે છે.
જો તમે ઘરે રહીને જ્યારે ફેશ પર આછી રુવાંટી આવવા લાગે ત્યારે થોડુંક ઘ્યાન આપશો અને કેર કરશો તો તમારે પાર્લરમાં રુંવાટી રિમૂવ કરાવા જવાની જરુર પડશે નહી. તમે ધરે તદ્દન ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં દરરોજ થોડો સનય કાઢીને આ અનચાહી રુવાંટીને દૂર કરી શકો છો.
ચહેરાની રુવાંટી દૂર કરવા આટલું કરો
જો તમારા ચહેરા પર ગાલના ભાગમાં કે અપર લીપ્સ પર રુવાંટી હોય તો તમારે રોજ રાતે મધમાં બેસ મિક્સ કરીને લગાવીને સુઈ જવું, સવારે જાગીને સૌ પ્રથમ હળવા હાથે મથાજ કરી લોવો, ત્યાપ બાદ ફએશ વોશ રી લેવો, આમ સતત 8 થી 10 દિવસ કરવાથી રુંવાટીઓ દૂર થશે.
એક ચમચી લીબુંના રસમાં એક ચમચી ખાંડ નાખઈને આ મિશ્રણ ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવા દો, ત્યાર બાદ સ્કિન સુકાઈ એટલે હળવા હળવા હાથે જ્યા જ્યા રુવાંટી હોય ત્યા માલિશ કરવું આમ સતત કરવાથી રુંવાટી દૂર થાય છે.
દુધ અને બેસનમાં હળદર નાખીને પેસ્ટ બનાવીને આ પેસ્ટ જ્યા જ્યા રુવાંટી છે ત્યા અપ્લાય કરવી, ત્યાર બાદ તેને એક કલાક સુઘી સુકાવો દો ,સુકાયા બાદ તેને હળવા હાશે માલિશ કરીલો, આમ મહિનામાં 10 થી 12 વખત કરવું .સમય જતા તેનું પરિણામ ચોક્કસ મળશે.
એલોવેરાના જેલમાં બેસ મિક્સ કરીને રુવાંટી વાળઆ ભાગ પર લાગાવીને 20 થી 25 મિનિટ સતત માલિશ કરવાથી રુવાંટી દૂર થાય છે, આ ક્રિયા મહિનામાં ઓછામાં ઓછી 4 વખત કરવી જોઈએ