- કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ CAA અંગે આપ્યું નિવેદન
- અફઘાનિસ્તાનની સ્થિતિ CAAનું મહત્વ દર્શાવી રહી છે
- CAA હેઠળ પાડોશી દેશમાં રહેલા લઘુમતી સમુદાયને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ બાદ ત્યાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ છે. આ વચ્ચે અફઘાનિસ્તાનમાં થયેલા સત્તા પરિવર્તન બાદ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કર્યું છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવી રહી છે કે, ભારતમાં CAA કાયદાની કેમ આવશ્યકતા છે.
તેમણે સિટિઝન એમેડમેન્ટ એક્ટનું મહત્વ સમજાવ્યું હતું. આપને જણાવી દઇએ કે આ કાયદા હેઠળ ભારત સરકારે પાડોશી દેશોમાં રહેતી લઘુમતી એટલે કે હિંદુ, બૌદ્વ, જૈન, પારસી, ખ્રિસ્તી અને શિખ લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે.
Recent developments in our volatile neighbourhood & the way Sikhs & Hindus are going through a harrowing time are precisely why it was necessary to enact the Citizenship Amendment Act.#CAA#Sikhs
https://t.co/5Lyrst3nqc via @IndianExpress
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 22, 2021
હરદીપસિંહ પુરીએ અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવતા લોકોના અહેવાલને શેર કરતા કહ્યુ તહુ કે, આપણા પાડોશી દેશની ઘટનાઓ અને ત્યાં રહેતા હિન્દુ અને સિખ જે પ્રકારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તે બતાવે છે કે ,સીએએની જરુર કેમ છે.
CAA હેઠળ મોદી સરકારે હાલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 6 લઘુમતી સમુદાયોના લોકોને ભારતની નાગરિકતા આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. હાલના કાયદા અનુસાર કોઇપણ વ્યક્તિએ નાગરિકતા લેવા માટે ભારતમાં ઓછામાં ઓછા 11 વર્ષ રહેવું જરૂરી છે. જ્યારે CAA હેઠળ આ મર્યાદા ઘટાડીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.